શોધખોળ કરો

Educational News: રાજ્યની 14 યુનિવર્સિટીમાં લાગુ પડશે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ, જાણો શું છે વિશેષતા

Gujarat Educational News: GCAS પૉર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેને કારણે માહિતી સરળતાથી મેળવી શકાય અને તમામ વિદ્યાર્થી સરળતાથી ઍપ્લિકેશન કરી શકશે.

Gujarat Educational News: રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આજે કૉલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) લોન્ચ કરાયુ હતું. રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં NEP-2020 (રાષ્ટ્રીય શિક્ષણ નીતિ) લાગુ કરવામાં આવી છે. જેની વિવિધ જોગવાઇઓના પગલે તૈયાર કરાયેલા આ સોફ્ટવેર અંતર્ગત એક જ છત્ર હેઠળ આટ્‌ર્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓને સાંકળી લઈને એડિ્‌મશનની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. જેને પગલે હવેથી રાજ્યની ૧૪ યુનિવર્સિટીઓ સંલગ્ન સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર ર,૩૪૩ જેટલી કૉલેજના ૭.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ એડમીશન માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે. પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન ફી માત્ર રૂ.૩૦૦ એક જ વખત ઓનલાઈન ભરવાની રહેશે .

મંત્રી ઋષિકેશ પટેલ એ કહ્યું કે, વર્ષ -૨૦૩૦ સુધીમાં NEP-2020 ની તમામ જોગવાઈઓનું ગુજરાતમાં સંપૂર્ણપણે પાલન થઇ જશે. હાલ પણ રાજ્યમાં NEP-2020 ના પગલે જ ન્યુ એજ ટેકનોલોજી, A.I., મશીન લર્નિંગ, રોબોટિક્સ જેવા સમયની માંગ આધારીત કોર્ષ પર રાજ્યમાં પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ટેકનીકલ કોર્ષ ઉપરાંત નોન-પ્રોફેશનલ કોર્ષીષમાં પણ વિદ્યાર્થીઓને સ્કીલ આધારીત શિક્ષણ ઉપબલ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે.

અરજી એક, વિકલ્પ અનેકના ધ્યેય સાથે ખાસ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુંઃ પ્રફુલ પાનશેરિયા

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ-  પોર્ટલ થકી રાજ્યના વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા અત્યંત સરળ બની જશે. એટલું જ નહિ, એડમિશન માટે કોલેજોમાં ધક્કા ખાવા સહિતની જે અગવડતા વિદ્યાર્થી અને વાલીઓએ અનુભવવી પડતી હતી તેનું નિરાકરણ આવી જશે. ટેકનોલોજીની મદદથી 'અરજી એક, વિકલ્પ અનેક'ના ધ્યેય સાથે ખાસ પોર્ટલ તૈયાર કરી આ પ્રકારની કોમન એડમિશન પ્રક્રિયા શરૂ કરનાર ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ છે જેનું ગર્વ છે. આ પોર્ટલથી સમગ્ર એડમિશન પ્રક્રિયા ઝડપી થશે જે આવનાર સમયમાં વરદાનરૂપ સાબિત થશે.

માત્ર સ્નાતક જ નહીં અનુસ્તાક, પીએચડી કક્ષાના અભ્યાસક્રમો માટેનું કોમન એડમિશન

આ પૉર્ટલ દ્વારા માત્ર સ્નાતક કક્ષાના જ નહિ, પરંતુ અનુસ્નાતક, પી.એચ.ડી. એવા અભ્યાસક્રમો માટેનું કૉમન ઍડિ્‌મશન રહેશે. વિદ્યાર્થીની અનેક વિટંબણાઓનો આ પૉર્ટલ થકી અંત આવશે. સામાન્યતઃ મનપસંદ યુનિવર્સિટી તેમજ કૉલેજ, અનુકૂળ અભ્યાસક્રમ પસંદ કરવાની પ્રક્રિયા તેમજ દરેક જગ્યાએ રૂબરૂ જવાની તમામ પરિસ્થિતિનો અંત આવશે. માહિતીના અભાવે ઘણી વાર ખોટા અભ્યાસક્રમમાં, ખોટી રીતે એડિ્‌મશન લેવાની ભૂલ થતી હોય છે. વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ તકમાંથી ઉત્તમ તક ઝડપીને પ્રક્રિયા સરળ બનાવવી એ જ આ પૉર્ટલનું કામ છે.

બે ભાષામાં પોર્ટલ ઉપલબ્ધ

આ પૉર્ટલને કારણે બારમા ધોરણ પછી વિદ્યાર્થી અને વાલીને આટ્‌ર્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝના અનેકવિધ અભ્યાસક્રમો છે, અનેક યુનિવર્સિટીઓ છે, અનેક કૉલેજો છે તેમાંથી પોતાની મનપસંદ સંસ્થા અને અભ્યાસક્રમ પસંદ કરવાની વિશાળ તક પ્રાપ્ત થાય છે.
અલગ અલગ જગ્યાએ જઈને લાંબી મુસાફરી, લાંબી પ્રક્રિયામાંથી મુક્તિ મળે છે. અલગ અલગ સંસ્થાઓમાં જે પ્રવેશ ફી ભરવી પડે છે તેમાંથી પણ મુક્તિ મળે છે. GCAS પૉર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેને કારણે માહિતી સરળતાથી મેળવી શકાય અને તમામ વિદ્યાર્થી સરળતાથી ઍપ્લિકેશન કરી શકશે.

GCAS પૉર્ટલની વિશેષતાઓ

  •  સરળતાથી ડૉક્યૂમેન્ટ્‌સ અપલોડ કરી શકાય છે.
  •  અનેક વિષયો પસંદ કરી શકાય છે. 
  •  જે તે સંસ્થા કે યુનિવર્સિટી દ્વારા જે પ્રવેશપ્રક્રિયાની યાદી તૈયાર થાય છે તેનાં નોટિફિકેશન્સ સરળતાથી રજિસ્ટર થયેલા મોબાઈલ ફોન અને ઈ-મેઈલ થકી પ્રાપ્ત થાય છે.
  • તમામ યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન પછીથી એડ‌મીશનની પ્રક્રિયાની સ્વાયત્તતા રહેશે.
  •  માત્ર એક જ વખત પ્રવેશ ફ્રી ભરીને લાંબી, થકવી નાખનારી, ખર્ચાળ પ્રક્રિયામાંથી મુક્તિ મેળવીને ઍડિ્‌મશનની પ્રક્રિયા સરળ કરનારા આ પૉર્ટલ થકી વિદ્યાર્થીને અને વાલીને ખૂબ જ સહાય મળશે.
  •  

કઇ ૧૪ યુનિવર્સિટીઓમાં આ પોર્ટલ લાગુ પડશે ?

ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન – IITE, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, શ્રી ગુરૂ ગોવિંદ યુનવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા જુનાગઢ યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી , ચિલ્ડ્ર્ન્સ યુનિવર્સિટી.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝરWeather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ
Health Tips:  આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
Health Tips: આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો
New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો
Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત
Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત
Embed widget