CCC Certificate: ગુજરાત સરકાર રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોના CCC સર્ટિફિકેટની કેમ કરશે ચકાસણી ? જાણો શું છે કારણ
ઉચ્ચ પગારનો લાભ લેવા બોગસ CCC સર્ટી રજૂ કરનારા શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી પગાર ધોરણનો લાભ રદ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચૂકવેલી રકમ પણ પરત લેવામાં આવશે.
CCC Certificate: બિનસરકારી અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક કર્મચારીઓને ઉચ્ચ પગાર ધોરણ મેળવવા સીસીસી કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે. જોકે 49 શિક્ષકોએ ખોટા સીસીસી સર્ટિફિકેટ મેળવ્યા હોવાનું સામે આવ્યા બાદ સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોના સીસીસી સર્ટિફિકેટની ચકાસણી કરાશે. આ ઉપરાંત ઉચ્ચ પગારનો લાભ લેવા બોગસ CCC સર્ટી રજૂ કરનારા શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી પગાર ધોરણનો લાભ રદ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચૂકવેલી રકમ પણ પરત લેવામાં આવશે.
ગ્રાન્ટેડ સ્કૂલો માટે નવું મહેકમ મંજૂર: 1500થી વધુ શિક્ષકોની જગ્યા ઉભી કરાશે
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અંતે સ્કૂલોની માંગણીને સ્વીકારી લેવાતા ગ્રાન્ટેડ સ્કૂલો માટે નવું મહેકમ મંજૂર કરી દેવામા આવ્યુ છે. સરકારે કરેલા ઠરાવ મુજબ ધો.9 અને 10ની એક વર્ગ ધરાવતી સ્કૂલોમાં હવે 3 શિક્ષક અને એક આચાર્યની જગ્યા મંજૂર કરાશે અને આ નવા મહેકમથી ગ્રાન્ટેડ મા.સ્કૂલોમાં શિક્ષકોની નવી 1512 જગ્યા ઉભી થશે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલો માટે નવા મહેકમની રજૂઆતો કરવામા આવી રહી હતી.ધો.9 અને 10નો એક વર્ગ ધરાવતી ગ્રાન્ટેડ સ્કૂલોમાં હાલ માત્ર વર્ગ દીઠ 1.5 શિક્ષક તથા બે વર્ગ ધરાવતી શાળાને વર્ગદીઠ 3 શિક્ષકની મંજૂરી અપાય છે. પરંતુ ઓછા મહેકમને લીધે પુરતા શિક્ષકો ન મળતા અને અભ્યાસને અસર થતા સ્કૂલ સંચાલક મંડળે એક-એક વર્ગ ધરાવતી સ્કૂલો સારી રીતે ચાલી શકે તે માટે ૩ શિક્ષક અને એક આચાર્ય મુજબનું શૈક્ષણિક સેટ આપવા દરખાસ્ત કરી હતી.
જે સરકારે સ્વીકારી લેતા શિક્ષણ વિભાગે નવા મહેકમની મંજૂરી માટે ઠરાવ કર્યો છે.જે મુજબ હવે ધો.3 અને ધો.10ના એક-એક વર્ગની સ્કૂલોમાં ગ્રામ્ય વિસ્તારમાં 50 વિદ્યાર્થી અને શહેરી વિસ્તારમાં 75 વિદ્યાર્થી સંખ્યા સામે કુલ 3 શિક્ષક અને એક આચાર્યના સેટઅપને મંજૂરી અપાશે. આ નવા શૈક્ષણિક સેટઅપના કારણે નવી ઉભી થનાર 1512 શિક્ષકોની જગ્યાઓ ઉભી કરવા માટે આગામી નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં નવી બાબત સ્વરૃપે દરખાસ્ત રજૂ કરાશે અને આ નવી જગ્યાઓ ઉભી થતા જરૂરી ખર્ચની જોગવાઈ કમિશનર ઓફ સ્કૂલ કચેરીએ કરવાની રહેશે.
આ પણ વાંચોઃ
Education Loan Information:
Calculate Education Loan EMI