(Source: Poll of Polls)
રાજ્ય સરકારે 10,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી બહાર પાડી, જાણો છેલ્લી તારીખ, અરજીની પ્રક્રિયા
ગુજરાતના સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ, દ્વારા આંગણવાડી કામગાર, સહાયહક અને સુપરવાઈઝર પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
Gujarat Govt Jobs: સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા આંગણવાડીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર રાજ્યમાં 10 હજારથી વધુ જગ્યાઓ ભરવા માટે આવેદન પત્રો મંગાવવામાં આવ્યા છે. આ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 8 નવેમ્બર, 2023ના રાત્રે 12 વાગ્યાથી શરૂ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2023 છે. ગુજરાતના સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ, દ્વારા આંગણવાડી કામગાર, સહાયહક અને સુપરવાઈઝર પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીની જગ્યાઓ
3000 જગ્યાઓ - આંગણવાડી કાર્યકર
7000 જગ્યાઓ - આંગણવાડી તેડાગર
નોંધનીય છે કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ સંકલિત બાળ વિકાસ સેવા યોજના કામ કરે છે. આ યોજના અંતર્ગત દરેક ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો આવેલા છે. ગુજરાતમાં અંદાજે 53,000 જેટલી આંગણવાડીઓ આવેલી છે. આ 53000 આંગણવાડીઓમાં આ વર્ષે કુલ દસ હજારથી વધુ ભરતી કરવામાં આવનારી છે. જેના ઓનલાઈન અરજી ફોર્મ https://e-hrms.gujarat.gov.in/ ભરવાના રહેશે.
આ પોસ્ટ માટે વય મર્યાદા અને અન્ય વિગતો
આંગણવાડી કામગાર: આ પોસ્ટ માટેની ઓછામાં ઓછી શૈક્ષણિક યોગ્યતા ધોરણ-10 પાસ છે. ઉંમર મર્યાદા 18થી 35 વર્ષ છે.
આંગણવાડી સહાયક: આ પોસ્ટ માટેની ઓછીમાં ઓછી શૈક્ષણિક યોગ્યતા ધોરણ-8 પાસ છે. ઉંમર મર્યાદા 18થી 35 વર્ષ છે.
આંગણવાડી સુપરવાઇઝર: આ પોસ્ટ માટેની ઓછીમાં ઓછી શૈક્ષણિક યોગ્યતા ધોરણ-12 પાસ છે. ઉંમર મર્યાદા 21થી 40 વર્ષ છે.
ગુજરાત રાજ્યમાં ૧૦ હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી.. pic.twitter.com/0e5ox4ljnN
— Bhanuben Babariya (@BhanubenMLA) November 7, 2023
આ પોસ્ટ માટે જરૂરી દસ્તાવેજોની વિગતો
અરજીપત્ર
અભ્યાસ સંબંધી યોગ્યતાનો પ્રમાણપત્ર
ઉંમરનું સર્ટિફીકેટ
જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
લેટેસ્ટ પાસપોર્ટ સાઈઝનો ફોટો
આ ભરતી માટે ફોર્મ કેવી રીતે ભરશો
સૌથી પહેલા https://e-hrms.gujarat.gov.in/ વેબસાઈટ ખોલો.
પછી, એપ્લાય પર ક્લિક કરીને તમારે જે જિલ્લા માટે અરજી કરવાની હોય તે તે જિલ્લાનાં ગુજરાત આંગણવાડી સુપરવાઇઝર ખાલીજગો 2023-24 પર ક્લિક કરો.
બાદમાં સૂચનાનું પેજ ખુલશે તેમાં લખેલી સૂચનાં વાંચી અને સહમત પર ક્લિક કરો.
બાદમાં જિલ્લો, જગ્યા, જાતી વગેરે વિગતો ભરો.
ત્યાર બાદ ઉમેદવારની જરૂરી માહિતીની વિગતો ભરો.
ત્યાર બાદ અભ્યાસની વિગતો ભરવાની રહેશે.
તમામ વિગતો ભર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રેહશે.
ત્યારબાદ અરજી માટે ચૂકવવાની રકમની ઓનલાઈન પેમેન્ટ કરો.
બધી વિગતો સાચી ભરેલી છે તે જોઈને લાસ્ટ સબમિશન પર ક્લિક કરો.
અભિનંદન, તમારો નોંધણીનું સફળ થયું છે! તેને PDF તરીકે ડાઉનલોડ કરો અને સંગ્રહ કરો.
Education Loan Information:
Calculate Education Loan EMI