આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ ભરતી માટે ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે, ઉમેદવારોને તેમના જરૂરી આધાર પુરાવાઓ સાથે પોતાના જિલ્લામાં અરજી જમા કરાવવી પડશે.
Gujarat teachers recruitment 2024: ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 8 માટે કુલ 13800 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે TET 1 અને TET 2 પાસ ઉમેદવારો અરજી કરી શકશે.
ભરતીની વિગતો
આ ભરતી માટે ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે, ઉમેદવારોને તેમના જરૂરી આધાર પુરાવાઓ સાથે પોતાના જિલ્લામાં અરજી જમા કરાવવી પડશે. તારીખ 07/11/2024 થી ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થશે અને તે 16/11/2024 સુધી ચાલુ રહેશે.
પગાર અને લાયકાત
નવા શિક્ષકો માટે, જેને વિદ્યાસહાયક તરીકે પસંદ કરવામાં આવશે, પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર તરીકે ₹26000 મળશે. આ પછી, તેઓ નિયમિત પગાર ધોરણમાં સમાવેશ થશે. નોંધનીય છે કે, આ ભરતીમાં ભાગ લેવા માટે TET 1 અથવા TET 2ની પરીક્ષા પાસ કરેલી હોવી આવશ્યક છે. 2024માં TET પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને હવે આ તક મળવાની રાહ હતી.
પ્રક્રિયા અને મહત્વની તારીખો
તારીખ 29/10/2024ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા મળેલ પત્ર અનુસાર, કુલ જગ્યાઓ આ જાહેરાતમાં દર્શાવવામાં આવી છે. જિલ્લા/નગર શિક્ષણ સમિતિઓના રોસ્ટર આધારિત માંગણાપત્રક મેળવ્યા બાદ, માધ્યમવા, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જગ્યા રજૂ કરવામાં આવશે.
ભરતીની મહત્વની વિગતો:
- કુલ જગ્યાઓ: 13800
- લાયકાત: TET 1 અથવા TET 2 પાસ
- અરજી શરૂ: 7 નવેમ્બર, 2024
- અરજી કરવાની છેલ્લી તારીખ: 16 નવેમ્બર, 2024
- સ્વીકાર કેન્દ્રમાં અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ: 19 નવેમ્બર, 2024
- વેબસાઇટ: https://vsb.dpegujarat.in
કેવી રીતે કરવી અરજી?
- ઉમેદવારોએ સૌપ્રથમ ઉપર જણાવેલ વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- અરજી કર્યા બાદ પ્રિન્ટ કાઢીને જરૂરી દસ્તાવેજો સાથે નિયત સ્થળે જમા કરાવવાના રહેશે.
- વધુ માહિતી માટે ઉમેદવારોએ ઉપરોક્ત વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
- પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડશે
- વાંધા-સૂચન માટે 3 દિવસનો સમય
- ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ થશે
- મેરિટ આધારે ગાંધીનગર ખાતે જિલ્લા પસંદગી
- જિલ્લા કક્ષાએ શાળા પસંદગી અને નિમણૂક આદેશ
વિદ્યાસહાયક ભરતી વિશે:
- વિદ્યાસહાયક એટલે કે પ્રાથમિક શાળાના શિક્ષક.
- આ ભરતીમાં પસંદ થનારા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ રૂ. 26,000નો પગાર મળશે.
- ત્યારબાદ તેઓ નિયમિત પગાર ધોરણમાં સમાવિષ્ટ થશે.
નોંધ: જિલ્લાવાર, માધ્યમવાર, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર ખાલી જગ્યાઓની વિગતો જિલ્લા પસંદગી પ્રક્રિયા પહેલાં વેબસાઇટ પર મૂકવામાં આવશે.
આ પણ વાંચોઃ
કેવી રીતે ખબર પડે કે લીવર ફેટી થઈ રહ્યું છે
Education Loan Information:
Calculate Education Loan EMI