ICAI CA Final Result 2023: CA ઈન્ટર અને CA ફાઈનલનું પરિણામ જાહેર, ફટાફટ આ રીતે ચેક કરો રિઝલ્ટ
ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ બુધવાર, 5 જુલાઈના રોજ CA ઈન્ટરમીડિયેટ અને CA ફાઈનલના પરિણામો જાહેર કર્યા છે. જાણો કેવી રીતે ચેક કરશો પરિણામ, કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ICAI CA Final Inter Result 2023: ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) એ બુધવાર, 5મી જુલાઈના રોજ CA ઇન્ટરમિડિયેટ અને CA ફાઇનલના પરિણામો જાહેર કર્યા છે. આ પરીક્ષાઓ મે 2023માં આયોજિત થઈ હતી. પરીક્ષા બાદ ઉમેદવારો પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. હવે તેમની રાહ પૂરી થઈ છે. તમામ ઉમેદવારો ICAI CA ની સત્તાવાર વેબસાઇટ icai.nic.in પર પરિણામ જોઈ શકે છે.
આ રીતે પરિણામ તપાસો
પરિણામ ચકાસવા માટે, પ્રથમ સત્તાવાર વેબસાઇટ icai.nic.in પર જાઓ.
CA ઇન્ટરમીડિયેટ અને CA ફાઇનલ પરિણામ માટે લિંક પર ક્લિક કરો.
આ પછી, વિનંતી કરેલી બધી માહિતી કાળજીપૂર્વક ભરો અને તેને સબમિટ કરો.
આ પછી પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે.
જો તમે ઇચ્છો, તો તમે તેને સ્ક્રીન પર સેવ કરી શકો છો અથવા પ્રિન્ટ આઉટ લઈ શકો છો.
સીએ ફાઈનલમાં ગ્રુપ 1 અને ગ્રુપ 2 ની પરીક્ષા આપનારા 25,841 ઉમેદવારો હતા. જેમાંથી માત્ર 2,152 ઉમેદવારો પાસ થયા છે. CAની ફાઈનલ પરીક્ષામાં બંને ગ્રુપ સહિત 8.33% ઉમેદવારો પાસ થયા છે. જ્યારે CA ઇન્ટર રિઝલ્ટ 2023માં આ વર્ષે બંને ગ્રૂપની પાસ ટકાવારી 10.24 ટકા છે.
પાસ થવા માટે કેટલા માર્ક્સ જરૂરી છે
ગયા વર્ષની વાત કરીએ તો, રંજન કાબરાએ સીએ ઇન્ટર રિઝલ્ટ 2022માં 666 માર્ક્સ સાથે ટોપ કર્યું હતું. જ્યારે અનિલ શાહે 642 માર્ક્સ સાથે સીએ ફાઇનલમાં ટોપ કર્યું હતું. આ પરીક્ષાઓમાં પાસ થવા માટે, વિદ્યાર્થીઓએ ક્વોલિફાઇંગ માર્ક્સ મેળવ્યા હોય તે જરૂરી છે. CA ફાઈનલ પરીક્ષા લાયકાતના માપદંડો મુજબ, ઉમેદવારોએ દરેક પેપરમાં ઓછામાં ઓછા 40% ગુણ અને કુલ 50% ગુણ મેળવ્યા હોવા જોઈએ.
ICAI CA ઇન્ટર પરિણામ: આંકડાઓમાંથી ગૃપ I, ગૃપ II ના ટકાવારીના આંકડા સમજો
ગૃપ I
હાજરી આપનાર: 100781
પાસ:19103
પાસની ટકાવારી: 18.95 %
ગૃપ II
હાજરી આપનાર: 81956
પાસ: 19208
પાસની ટકાવારી: 23.44 %
બંને ગૃપ
હાજરી આપનાર: 39195
પાસ: 4014
પાસની ટકાવારી: 10.24 %
CA ની અંતિમ પરીક્ષા લાયકાતના નિયમ મુજબ, ઉમેદવારોને લાયક ગણવા માટે દરેક પેપરમાં ઓછામાં ઓછા 40% અને કુલ 50% ગુણ મેળવવાની જરૂર છે.
મે 2022 માં, બંને વર્ષમાં કુલ 12.59% વિદ્યાર્થીઓ પાસ થયા.
ડિસેમ્બર 2021ના નવા કોર્સમાં કુલ 15.31% વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી.
ડિસેમ્બર 2021માં જૂના કોર્સમાં કુલ 1.42% વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
જુલાઈ 2021માં નવા કોર્સમાં કુલ 11.97% અને જૂના કોર્સમાં 1.57% વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
Education Loan Information:
Calculate Education Loan EMI