શોધખોળ કરો

ICSI CSEET 2024 માટે રજીસ્ટ્રેશન શરૂ, આ ડોક્યુમેન્ટસ રાખો તૈયાર, ફોર્મ ભરવા માટે જાણો સરળ સ્ટેપ

 ICSI CSEET પરીક્ષા 2024 માટે રજીસ્ટ્રેશનની શરૂઆત થઇ ગઇ છે. જે ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે

ICSI CSEET May 2024 Registration Begins:  ICSI CSEET પરીક્ષા 2024 માટે રજીસ્ટ્રેશનની શરૂઆત થઇ ગઇ છે. જે ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને નિયત ફોર્મેટમાં ફોર્મ ભરી શકે છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયાએ કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ 2024 માટે રજિસ્ટ્રેશન લિંક ઓપન કરી દીધી છે. અરજીઓ માત્ર ઓનલાઈન હશે, જેના માટે ઉમેદવારોએ icsi.edu ની મુલાકાત લેવાની રહેશે.

આ છેલ્લી તારીખ છે

આ પરીક્ષા માટેનું રજીસ્ટ્રેશન 18મી ડિસેમ્બરથી શરૂ થઈ ગયું છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 15મી એપ્રિલ 2023 છે. પરીક્ષા મે મહિનામાં લેવામાં આવશે. આ સમય મર્યાદામાં જ અરજી કરો. નોટિસમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, પરીક્ષા 4 મે, 2024ના રોજ યોજાશે.

આ દસ્તાવેજો તૈયાર કરો

ઉમેદવારોએ અરજી કરવા માટેના મુખ્ય દસ્તાવેજો છે – ઉમેદવારનો ફોટો, ઉમેદવારની સહી, DOB પ્રમાણપત્ર, એડમિટ, 12 પાસની માર્કશીટ, કેટેગરીનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો) અને ઓળખનો પુરાવો.

કેવી રીતે અરજી કરવી

-અરજી કરવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે icsi.edu પર જાવ.

-અહીં હોમપેજ પર એક કૉલમ હશે જેના પર લખેલું હશે - @ICSI.

-તેના પર ક્લિક કરો. આમ કરવાથી એક નવું પેજ ખુલશે. આ પેજ પર ICSI CSEET મે 2024 નામની રજીસ્ટ્રેશન લિંક હશે.

-તેને ઓપન કર્યા બાદ તેમાં વિગતો દાખલ કરો અને લોગીન કરો.

-હવે આપેલ સૂચનાઓ મુજબ ફોર્મ ભરો.

-આગામી તબક્કામાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

-હવે ફોર્મ સબમિટ કરો અને કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો.

-હવે તેની પ્રિન્ટ આઉટ લો અને તેને સુરક્ષિત રાખો. આ ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે.

રાજ્યમાં વધુ એક પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જેટકો દ્વારા લેવાયેલી વિદ્યુત સહાયકની ભરતી માટેની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. રાજકોટ, ભરૂચ અને મહેસાણા સેન્ટરમાં લેવાયેલી પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળી હતી. ફરિયાદના આધારે તપાસ કમિટી રચવામાં આવી હતી. પોલ ટેસ્ટની પરીક્ષા સમયે ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળી હતી. આ સેન્ટરમાં જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેમના માટે જ ફરીથી પરીક્ષા યોજાશે.

પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવેલ હતી કે, રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે લેવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવામાં આવેલ નથી. જે બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરતા સદર ક્ષતિને ધ્યાનમાં આવેલ હતી.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

8મા પગાર પંચ પછી બેંક ક્લાર્કના પગારમાં થશે બમ્પર વધારો, જાણો કેટલી મળશે નવી સેલરી
8મા પગાર પંચ પછી બેંક ક્લાર્કના પગારમાં થશે બમ્પર વધારો, જાણો કેટલી મળશે નવી સેલરી
CPCB Vacancy 2026: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડેમાં નોકરી કરવા ઇચ્છો છો, આ પદ પર થશે ભરતી
CPCB Vacancy 2026: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડેમાં નોકરી કરવા ઇચ્છો છો, આ પદ પર થશે ભરતી
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Embed widget