શોધખોળ કરો

Jobs News:10 પાસથી લઇને ગ્રેજ્યુએટ માટે સરકારી નોકરીની તક, 15000થી વધુ પદો પર બહાર પડી ભરતી

Government Jobs News:સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે આ એક સારી તક છે. ભારતીય રેલવેથી લઇને JKSSB, HSSC સહિત ઘણા જુદા જુદા વિભાગોમાં સરકારી નોકરીઓ બહાર પડી છે

Government Jobs News: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે આ એક સારી તક છે. ભારતીય રેલવેથી લઇને JKSSB, HSSC સહિત ઘણા જુદા જુદા વિભાગોમાં સરકારી નોકરીઓ બહાર પડી છે. જે ઉમેદવારો આ સરકારી નોકરીઓ માટે અરજી કરવા માંગે છે તેઓ સંબંધિત વિભાગોની અધિકૃત વેબસાઇટ પર જઈને સંપૂર્ણ માહિતી મેળવી શકે છે.

રેલવેમાં 7000થી વધુ નોકરીઓ

ભારતીય રેલવેએ RRB હેઠળ કુલ 7951 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ પદો માટે અરજી કરનારા ઉમેદવારો પાસે BE અથવા B.Tech ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય ઉમેદવારની ઉંમર 18 થી 36 વર્ષની હોવી જોઈએ. આ પોસ્ટ્સ પર પસંદગી માટે ઉમેદવારોએ આરઆરબી જેઇ સીબીટી વન, આરઆરબી જેઇ સીબીટી ટુ સિવાય ડીવી અને મેડિકલ પરીક્ષા આપવી પડશે. આ પોસ્ટ્સ માટે અરજી કરતા પહેલા indianrailways.gov.in પર જઈને સંપૂર્ણ માહિતી તપાસો. પસંદ કરાયેલા ઉમેદવારોને 35400 રૂપિયાથી 44900 રૂપિયા સુધીનો પગાર મળશે. અરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ છે.

JKSSB માં 4000 ખાલી જગ્યાઓ

જમ્મુ કાશ્મીર સર્વિસિસ સિલેક્શન બોર્ડે 4000થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ પદો માટે 10મું પાસ પણ અરજી કરી શકે છે. લેખિત પરીક્ષા ઉપરાંત આ પોસ્ટ્સ પર મેડિકલ એક્ઝામ અને મેરિટના આધાર પર પસંદગી કરાશે. આ પદો માટે 18 વર્ષથી 28 વર્ષની વચ્ચેના ઉમેદવારો અરજી કરી શકે છે. પગાર 19900 થી 63200 રૂપિયા સુધીનો હશે. તેની સંપૂર્ણ વિગતો jkssb.nic.in પર જોઈ શકાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ છે.

HSSC એ 3100 ખાલી જગ્યાઓ બહાર પાડી

HSSC એ 3134 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. 12 પાસથી લઈને ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, CET લાયક કોઈપણ વ્યક્તિ આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. તેની વય મર્યાદા 18 થી 42 વર્ષ છે. આ પોસ્ટ્સ પર પસંદગી CET સ્કોર સિવાય લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટના આધારે કરવામાં આવશે. સંપૂર્ણ વિગતો www.hssc.gov.in પર જોઈ શકાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 31મી જૂલાઈ છે.

રેલવેમાં એપ્રેન્ટિસ

ભારતીય રેલવેમાં એપ્રેન્ટિસ કરવા માંગતા યુવાનો માટે પણ આ એક સારી તક છે. રેલવેમાં કુલ 2435 જગ્યાઓ માટે એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવામાં આવી છે. અરજી કરનાર ઉમેદવારો પાસે 10 અને 12 ઉપરાંત ITI પ્રમાણપત્ર હોવું જોઈએ. આ માટે વય મર્યાદા 15 થી 24 વર્ષની હોવી જોઈએ. પસંદગી મેરિટના આધારે થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 12મી ઓગસ્ટ છે. સંપૂર્ણ વિગતો sr.indianrailways.gov.in પર જોઇ શકાય છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
Embed widget