CBSE-META Partnership: એક કરોડથી વધારે વિદ્યાર્થી અને 10 લાખ ટીચર્સ બનશે ડિજિટલ સિટીઝન, CBSEએ META સાતે કરી પાર્ટનરશિપ, જાણો વિગત
CBSE-META Partnership: આ ભાગીદારી પર CBSEના ડૉ. બિશ્વજિત સાહાએ કહ્યું, “ગયા વર્ષે આવેલા રોગચાળાએ આપણા બધાને અસર કરી છે. વાંચન અને શીખવવાની પ્રક્રિયામાં ઘણો ફરક પડ્યો છે.
CBSE-META Partnership: CBSE બોર્ડે વિદ્યાર્થીઓને ડિજિટલ સિટીઝન બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક મોટું પગલું ભર્યું છે. આ મુજબ META (ફેસબુક) અને CBSE બોર્ડે એકબીજા સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ, 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓ અને લગભગ 10 લાખ શિક્ષકોને ડિજિટલ સિટીઝન બનવાની તાલીમ આપવામાં આવશે. કંપની 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓને જવાબદાર ડિજિટલ સિટિઝન તરીકે તૈયાર કરવા માટે ડિજિટલ સેફ્ટી, ઓગમેન્ટેડ રિયાલિટી (AR) પર અભ્યાસક્રમ તૈયાર કરશે.
આ સંદર્ભમાં, ફ્યુઅલ ફોર ઇન્ડિયા વર્ચ્યુઅલ ઇવેન્ટમાં, ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગએ કહ્યું કે, મને આ ભાગીદારીમાં ખરેખર રસ છે. હું ખૂબ જ ઉત્સાહિત છું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 મુજબ, META અને CBSE સામગ્રી તૈયાર કરવા અને અભ્યાસક્રમ વિકસાવવા માટે સાથે મળીને કામ કરશે. રસપ્રદ ટેક્નોલોજી, ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને વર્ચ્યુઅલ રિયાલિટી (VR)ને અભ્યાસક્રમમાં એકીકૃત કરવામાં આવશે, જે બદલાતા ડિજિટલ લેન્ડસ્કેપ સાથે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે.
આ ભાગીદારી પર CBSEના ડૉ. બિશ્વજિત સાહા(નિયામક, કૌશલ્ય શિક્ષણ અને તાલીમ)એ કહ્યું, “ગયા વર્ષે આવેલા રોગચાળાએ આપણા બધાને અસર કરી છે. વાંચન અને શીખવવાની પ્રક્રિયામાં ઘણો ફરક પડ્યો છે. આ પરિવર્તને શીખવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે આપણી સમક્ષ પડકાર ઉભો કર્યો છે. આમ, META ની મદદથી, અમે અમારી ઓનલાઈન શિક્ષણ અને અભ્યાસક્રમ ક્ષમતાઓને વધારવાની અને તેને સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવવાની આશા રાખીએ છીએ.
આ પણ વાંચોઃ Vijay Diwas 2021: 1971 ભારત-પાક. યુદ્ધનો માણેકશા અને ઈન્દિરા ગાંધીના આ કિસ્સાની તમને ખબર છે ?
1971ના યુદ્ધની રણનીતિ બનાવનારા 3 ભારતીય ઓફિસર, આજે પણ બાંગ્લાદેશ કરે છે યાદ
1971ના યુદ્ધના હિરો ફિલ્ડ માર્શલ સામ માણેકશા સામે કેમ પાકિસ્તાની સૈનિકે પાઘડી ઉતારી દીધી હતી ? જાણો રોચક કિસ્સો
Education Loan Information:
Calculate Education Loan EMI