(Source: ECI/ABP News/ABP Majha)
Vijay Diwas 2021: 1971ના યુદ્ધના હિરો ફિલ્ડ માર્શલ સામ માણેકશા સામે કેમ પાકિસ્તાની સૈનિકે પાઘડી ઉતારી દીધી હતી ? જાણો રોચક કિસ્સો
Vijay Diwas 2021: એ વ્યક્તિએ કહ્યું હતું કે "સર, તમારા કારણે હું જીવતો છું. મારા પાંચ દીકરા તમારા કેદી છે. તેઓ મને પત્રો લખે છે. તમે તેમની સારી રીતે સંભાળ રાખો છો.
1971 India Pakistan war: દર વર્ષે 16 ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા ઐતિહાસિક યુદ્ધની યાદમાં વિજય દિવસ મનાવવામાં આવે છે. આજના દિવસે ભારતે દરેક મોરચે પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. ભારત માટે આ ઐતિહાસિક જીત હતી અને પાકિસ્તાન માટે તેના અસ્તિત્વ પછીની સૌથી શરમજનક હાર હતી કેમ કે આ યુધ્ધ દ્વારા ભારતે પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખ્યા હતા. પાકિસ્તાનના પૂર્વ પાકિસ્તાનને અલગ કરીને નવા બાંગ્લાદેશ રાષ્ટ્રનું સર્જન ભારતે કરાવ્યું હતું.
ક્યારે બની હતી ઘટના
પારસી સમાજમાંથી આવતા માણેકશાનું આખું નામ સામ હોરમુસજી ફરામજી જમશેદજી માણેકશા છે. 1971ના યુદ્ધ પછી સામ માણેકશા સૈન્ય પ્રતિનિધિમંડળ સાથે પાકિસ્તાન ગયા ત્યારે પંજાબના ગવર્નરે તેમને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. ભોજન લીધા પછી ગવર્નરે સામને કહ્યું, મારા સ્ટાફના લોકો તમારી સાથે હાથ મિલાવવા ઇચ્છે છે. સામ બહાર ગયા અને જોયું તો તેમની સાથે હાથ મિલાવવા ઇચ્છતા લોકોની લાંબી લાઇન હતી.
તેઓ એક વ્યક્તિ પાસે પહોંચ્યા કે તરત જ તેણે સામના સન્માનમાં પોતાના પાઘડી ઉતારી નાખી હતી. સામ માણેકશાએ તેમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે એ વ્યક્તિએ કહ્યું હતું કે "સર, તમારા કારણે હું જીવતો છું. મારા પાંચ દીકરા તમારા કેદી છે. તેઓ મને પત્રો લખે છે. તમે તેમની સારી રીતે સંભાળ રાખો છો. તેઓ પલંગ પર ઊંઘે છે, જ્યારે તમારા જવાનોએ જમીન પર સૂવું પડે છે. એ લોકો બેરેકોમાં રહે છે, જ્યારે તમારા લોકો તંબુઓમાં રહે છે.