NTPC Recruitment 2022 : NTPC એ અનેક પદો પર ભરતી બહાર પાડી, 15 જૂલાઇથી અરજી કરી શકાશે
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડે રિન્યુએબલ એનર્જી સંબંધિત જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.
NTPC Recruitment 2022: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડે રિન્યુએબલ એનર્જી સંબંધિત જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 60 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી 15 જુલાઈ 2022થી શરૂ થશે અને 29 જુલાઈ 2022 સુધી અરજી કરી શકાશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ careers.ntpc.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખો
વિગતવાર સૂચના - ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
અરજી સબમિટ કરવાની પ્રારંભિક તારીખ- 15 જુલાઈ 2022
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ - 29 જુલાઈ 2022
આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
NTPC ભરતી 2022 હેઠળ કુલ 60 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા દ્વારા રિન્યુએબલ એનર્જી સંબંધિત 45 જગ્યાઓ, એચઆરની 01 પોસ્ટ, કોન્ટ્રાક્ટ સર્વિસીસની 04 જગ્યાઓ, ફાઈનાન્સની 02 જગ્યાઓ, એકાઉન્ટ્સની 04 જગ્યાઓ, P&Sની 01 પોસ્ટ, QAની 01 પોસ્ટ, ITની 01 પોસ્ટ અને 01 પોસ્ટ સલામતીની ભરતી કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાત, ઉંમર સંબંધિત તમામ વિગતો સત્તાવાર વેબસાઇટ careers.ntpc.co.in પર અપલોડ કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી તે જાણો
NTPC Careers careers.ntpc.co.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
રિન્યુએબલ એનર્જી સંબંધિત જાહેરાત નંબર 18/22 પર ક્લિક કરો.
તમારી વિગતો દાખલ કરો અને ચુકવણી કરો.
છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
તે પછી અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
Zika Virus: આ પાડોશી રાજ્યમાં 7 વર્ષની બાળકી ઝિકા વાયરસથી સંક્રમિત થઈ, જાણો ઝિકા વાયરસના લક્ષણો
Mika Di Vohti: મીકા સિંહના દિલ પર રાજ કરવા સ્વયંવરમાં આવી આ સુંદરી, ફોટો શેર કરી પોતાને 'ક્વિન' ગણાવી
IND vs ENG: બીજી વનડે મેચમાં વિરાટ કોહલીની વાપસી થશે, આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન
Free Booster Dose: કોરોનાના બુસ્ટર ડોઝને લઇને મોદી સરકારની મોટી જાહેરાત, જાણો કઇ તારીખથી મળશે બધા લોકોને મફતમાં બુસ્ટર ડોઝ
Education Loan Information:
Calculate Education Loan EMI