શોધખોળ કરો

NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં બે ગુજરાતી, અહીં જુઓ સ્કોર 

લાખો મેડિકલ વિદ્યાર્થીઓ જેની આતુરતાથી  રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે.  નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સત્તાવાર રીતે NEET UG 2025 નું પરિણામ જાહેર કરી દીધું છે.

NEET UG 2025 : લાખો મેડિકલ વિદ્યાર્થીઓ જેની આતુરતાથી  રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે.  નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સત્તાવાર રીતે NEET UG 2025 નું પરિણામ જાહેર કરી દીધું છે. આ વખતે પરીક્ષા આપનારા લગભગ 21 લાખ વિદ્યાર્થીઓ માટે આ એક મોટો દિવસ છે. ટોપ 10માં બે ગુજરાતીનો સમાવેશ થયો છે.   

ટોપરના નામ રેંક રાજ્ય
મહેશ કુમાર રેંક 1 રાજસ્થાન
ઉત્કર્ષ અવધિયા રેંક 2 મધ્ય પ્રદેશ 
કૃષ્ણ જોશી રેંક 3 મહારાષ્ટ્ર
મૃણાલ કિશોર ઝા  રેંક 4 દિલ્હી
અવિકા અગ્રવાલ  રેંક 5 દિલ્હી 
જેનિલ વિનોદભાઈ ભાયાણી રેંક 6 ગુજરાત
કેશવ મિતલ રેંક 7 પંજાબ 
ઝા ભવ્ય ચિરાગ  રેંક 8  ગુજરાત  
હર્ષ કેદાવત રેંક 9  દિલ્હી
આરવ અગ્રવાલ  રેંક 10  મહારાષ્ટ્ર

પરીક્ષામાં બેસનારા બધા ઉમેદવારો NTA neet.nta.nic.in ની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાનું પરિણામ અને સ્કોરકાર્ડ ચકાસી શકે છે. પરિણામ ફક્ત ઓનલાઈન મોડમાં જ ઉપલબ્ધ થશે.    

આટલા બધા વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા

આ વર્ષે NEET UG 2025 ની પરીક્ષામાં રેકોર્ડ 20.7 થી 21 લાખ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી અને 3 જૂને પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવી હતી, જેના પર 5 જૂન સુધી વાંધા નોંધાવી શકાય છે.

તમારું પરિણામ આ રીતે તપાસો

સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ.

હોમપેજ પર “NEET UG 2025 પરિણામ” ની લિંક પર ક્લિક કરો.

હવે એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને સુરક્ષા પિન દાખલ કરીને લોગિન કરો.

તમારું સ્કોરકાર્ડ અને રેન્ક સ્ક્રીન પર દેખાશે.

પરિણામ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેનું પ્રિન્ટઆઉટ રાખો.

પરિણામ પછી શું કરવું ?

પરિણામ જાહેર થયા પછી કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થશે. કાઉન્સેલિંગમાં, ઉમેદવારોને તેમના રેન્ક, સ્કોર અને શ્રેણીના આધારે MBBS, BDS અથવા અન્ય મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મળશે. આ માટે, MCC (મેડિકલ કાઉન્સેલિંગ કમિટી) ટૂંક સમયમાં કાઉન્સેલિંગ શેડ્યૂલ જાહેર કરશે.        

ટોચના 10 ઉમેદવારોની યાદીમાં, 3 ઉમેદવારો દિલ્હીના છે. બે ઉમેદવારો ગુજરાતના અને બે મહારાષ્ટ્રના છે. એક-એક પંજાબ અને મધ્યપ્રદેશનો છે. તમને જણાવી દઈએ કે NEET UG પરીક્ષા માટે 2276069 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 2209318 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં બેઠેલા 2209318 ઉમેદવારોમાંથી કુલ 1236531 સફળ થયા છે.           

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ

વિડિઓઝ

Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ
Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
Embed widget