ASI Recruitment 2021: પોલીસમાં નોકરી કરવા માંગતા યુવકો માટે સારા સમાચાર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર પદ પર નીકળી ભરતી
Odisha Police ASI Recruitment 2021:ઓડિશા પોલીસ ભરતી બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (કોમ્યુનિકેશન) ની કુલ 144 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
Odisha Police ASI Recruitment 2021: પોલીસમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે આ સારા સમાચાર છે. ઓડિશા પોલીસ ભરતી બોર્ડે ભરતી માટે નોટિફેકેશન બહાર પાડ્યું છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, કોમ્યુનિકેશનની જગ્યાઓ પર ભરતી થવાની છે. જે ઉમેદવારો અરજી કરવા માગે છે, તેઓ ઓડિશા પોલીસની સત્તાવાર વેબસાઇટ odishapolice.gov.in પર જઈને અરજી ફોર્મ ભરી શકે છે. અરજીની પ્રક્રિયા 13મી ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે.
ખાલી જગ્યાની વિગતો
ઓડિશા પોલીસ ભરતી બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (કોમ્યુનિકેશન) ની કુલ 144 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. બિનઅનામત વર્ગ માટે 81, SC માટે 24, ST માટે 39, ભૂતપૂર્વ SM માટે 4 અને રમતગમત વ્યક્તિ માટે 1 પોસ્ટ છે.
અરજી પ્રક્રિયા
આ જગ્યા માટે અરજી કરવા માટે ઓડિશા પોલીસની વેબસાઇટ odishapolice.gov.in પર જાવ. હોમ પેજ પરની ભરતી લિંકની મુલાકાત લઈને અરજી ફોર્મ ભરો. ભરતી સંબંધિત સૂચના પણ હોમ પેજ પર જ આપવામાં આવશે.
અરજી કરવાની મહત્વની તારીખો
- અરજીની પ્રક્રિયા 13 ડિસેમ્બર, 2021ના રોજ સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે.
- 2 જાન્યુઆરી 2022 અરજી કરવાની અંતિમ તારીખ છે.
- પરીક્ષા ફેબ્રુઆરી 2022 માં યોજાશે
- જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હશે અને ઓડિશાના વિવિધ શહેરોમાં આયોજિત કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
લાયક ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. તે જ સમયે, આ પરીક્ષા કયા દિવસે લેવામાં આવશે અને પરીક્ષાના એડમિટ કાર્ડ જારી કરવા સંબંધિત માહિતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં આપવામાં આવશે.
આ પણ વાંચોઃ નિષ્ઠુર જનેતા, પ્રેમસંબંધમાં જન્મેલા બાળકનું માતાએ દીવાલ સાથે માથું ભટકાવી કરી હત્યા
Education Loan Information:
Calculate Education Loan EMI