શોધખોળ કરો

PNB Recruitment 2024: ગ્રેજ્યુએટ માટે પંજાબ નેશનલ બેંકમાં 2700 જગ્યાઓ પર ભરતી બહાર પડી, ફટાફટા કરો અરજી

Bank Jobs 2024: પંજાબ નેશનલ બેંકમાં એપ્રેન્ટિસની 2700 જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવી છે. રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ 2024 છે.

PNB Apprentice Recruitment 2024 Registration: જો તમે બેંકમાં નોકરી કરવા ઇચ્છો છો અને જરૂરી લાયકાત ધરાવો છો, તો પીએનબીમાં નીકળેલી એપ્રેન્ટિસની મોટી સંખ્યામાં ભરતીઓ માટે અરજી કરી શકો છો. રજિસ્ટ્રેશન લિંક ખુલી ગઈ છે અને અરજીઓ 30 જૂનથી શરૂ થઈ ગઈ છે. અરજી માત્ર ઓનલાઈન થશે, જેના માટે તમારે પીએનબીની અધિકૃત વેબસાઇટ પર જવું પડશે. આ કરવા માટે પંજાબ નેશનલ બેંકની સત્તાવાર વેબસાઇટનું સરનામું આ છે   pnbindia.in. અહીંથી તમે માત્ર અરજી જ નહીં કરી શકો, પરંતુ આ ભરતીઓની વિગતો પણ જાણી શકો છો.

મહત્વપૂર્ણ તારીખો નોંધી લો

આ પદો માટે રજિસ્ટ્રેશન લિંક 30 જૂનના રોજ ખુલી હતી અને અરજીઓ શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ 2024 છે. નિર્ધારિત તારીખની અંદર જણાવેલ ફોર્મેટમાં ફોર્મ ભરી દો. આગળના અપડેટ્સ જાણવા માટે ઉપર જણાવેલી વેબસાઇટની સમયાંતરે મુલાકાત લેતા રહો.

કોણ અરજી કરી શકે છે

પીએનબીના આ પદો માટે અરજી કરવા માટે જરૂરી છે કે ઉમેદવારે કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક કર્યું હોય. આ સાથે જ જરૂરી છે કે ઉમેદવાર જે પ્રદેશ માટે અરજી કરી રહ્યો છે, તે રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ વગેરેની ભાષાનું તેને સારું જ્ઞાન હોય. તે સ્થાનિક ભાષા વાંચતા, લખતા અને બોલતા આવડતી હોય.

વય મર્યાદા શું છે

આ પદો માટે વય મર્યાદા 20થી 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગને નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટ મળશે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 2700 પદો પર યોગ્ય ઉમેદવારોની નિમણૂક થશે.

પસંદગી કેવી રીતે થશે

પીએનબીના એપ્રેન્ટિસ પદો પર ઉમેદવારોની પસંદગી અનેક રાઉન્ડની પરીક્ષા પાસ કર્યા પછી થશે. આમાં સૌ પ્રથમ લેખિત પરીક્ષા યોજાશે. આ માટે તારીખ નક્કી થઈ છે 28 જુલાઈ 2024. આ એક મલ્ટિપલ ચોઇસ પરીક્ષા હશે, જેમાં 100 ગુણના 100 પ્રશ્નો આવશે. પેપર હલ કરવા માટે 60 મિનિટનો સમય આપવામાં આવશે.

કેટલી ફી આપવી પડશે

આ પદો માટે અરજી કરવા માટે સામાન્ય વર્ગના ઉમેદવારોએ 944 રૂપિયા ફી આપવી પડશે. જ્યારે મહિલા ઉમેદવારો, એસસી અને એસટી વર્ગ માટે ફી 708 રૂપિયા છે. પીડબ્લ્યૂબીડી વર્ગના ઉમેદવારોએ 472 રૂપિયા ફી આપવાની રહેશે.

પગાર કેટલો મળશે

ગાર જે વિસ્તારમાં તમારી નિમણૂક થાય છે તેના પર આધાર રાખે છે. જેમ કે ગ્રામીણ અથવા અર્ધ શહેરી વિસ્તાર માટે પગાર 10 હજાર રૂપિયા મહિને છે. શહેરી વિસ્તાર માટે 12 હજાર રૂપિયા મહિને અને મેટ્રો માટે 15 હજાર રૂપિયા મહિને પગાર છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

8મા પગાર પંચ પછી બેંક ક્લાર્કના પગારમાં થશે બમ્પર વધારો, જાણો કેટલી મળશે નવી સેલરી
8મા પગાર પંચ પછી બેંક ક્લાર્કના પગારમાં થશે બમ્પર વધારો, જાણો કેટલી મળશે નવી સેલરી
CPCB Vacancy 2026: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડેમાં નોકરી કરવા ઇચ્છો છો, આ પદ પર થશે ભરતી
CPCB Vacancy 2026: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડેમાં નોકરી કરવા ઇચ્છો છો, આ પદ પર થશે ભરતી
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Embed widget