Railway Recruitment 2022: રેલવેમાં નીકળી બંપર ભરતી, આ ઉમેદવારો કરી શકે છે અરજી
Railway Recruitment: અરજી કરવાની છેલ્લી તારીખ 27 જૂન 2022 નક્કી કરવામાં આવી છે. આ ભરતી દ્વારા 3612 જગ્યાઓ ભરવાની છે.
Railway Jobs: આરઆરસીએ પશ્ચિમ રેલ્વેના જુદા જુદા વિભાગોમાં એપ્રેન્ટિસ હેઠળ ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે આજથી ઉમેદવારો અરજી કરી શકશે. અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર સાઇટ rrc-wr.com પર જઈને અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 27 જૂન 2022 નક્કી કરવામાં આવી છે. આ ભરતી દ્વારા 3612 જગ્યાઓ ભરવાની છે.
કઈ પોસ્ટની કેટલી ભરતી
રેલવે ફિટરની 941 પોસ્ટ, વેલ્ડરની 378 પોસ્ટ, કાર્પેન્ટરની 221 પોસ્ટ, પેઇન્ટરની 213 પોસ્ટ, ડીઝલ મિકેનિકની 209 પોસ્ટ, મિકેનિક મોટર વ્હીકલની 15 પોસ્ટ, ઇલેક્ટ્રિશિયનની 639 પોસ્ટ, ઇલેક્ટ્રોનિક મિકેનિકની 112 પોસ્ટ, વાયર મેનની 14 પોસ્ટ, રેફ્રિજરેટર (એસી - મિકેનિક)ની 147 પોસ્ટ, પાઇપ ફિટરની 186 પોસ્ટ, પાઇપ ફિટરની 186 પોસ્ટ, તેમાં પ્લમ્બરની 126, ડ્રાફ્ટસમેન (સિવિલ)ની 88 પોસ્ટ, ડાઇસની 252 પોસ્ટ, સ્ટેનોગ્રાફરની 8 પોસ્ટ, મશીનિસ્ટની 26 પોસ્ટ અને ટર્નરની 37 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.
જરૂરી શૈક્ષણિક લાયકાત
અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10/12મું પાસ કરેલ હોવું જોઈએ. તેની પાસે સંબંધિત ટ્રેડ્સમાં આઈટીઆઈનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ.
વય-મર્યાદા
આ જગ્યાઓ માટે 15 વર્ષથી લઈને 24 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે.
પસંદગી પ્રક્રિયા
એપ્રેન્ટિસની આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. ઉમેદવારો અન્ય કોઈપણ પ્રકારની માહિતી માટે સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.
મહત્ત્વની તારીખો
અરજી પ્રક્રિયા શરૂ થવાની તારીખ - 28 મે 2022
અરજી પ્રક્રિયા સમાપ્ત થવાની તારીખ - 27 જૂન 2022
આ પણ વાંચો..........
IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
SURAT : મોટા વરાછામાં SMCએ બનાવેલા CC રોડમાં મોટા પાયે ગેરરીતિના આરોપ, રોડનો એક આખો ભાગ ગાયબ
ગુજરાતમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર, જાણો આ પોલિસી વિશે
Education Loan Information:
Calculate Education Loan EMI