શોધખોળ કરો

SBIમાં ઓફિસર બનવાની તક, એકઝટકે બહાર પડી 1400થી વધુ જગ્યાઓ માટેની ભરતી, જાણો અરજી કરવાની રીત.....

ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્ક (એસબીઆઇ)માં નોકરી કરવા માટે બેસ્ટ મોકો આવ્યો છે, જો તમે બેન્ક ઓફિસર બનવા માંગો છો, તો હાલમાં એસબીઆઇમાં મોટી ભરતી બહાર પડી છે,

SBI Recruitment 2022: ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્ક (એસબીઆઇ)માં નોકરી કરવા માટે બેસ્ટ મોકો આવ્યો છે, જો તમે બેન્ક ઓફિસર બનવા માંગો છો, તો હાલમાં એસબીઆઇમાં મોટી ભરતી બહાર પડી છે, જેમાં અરજી કરી શકો છો. આ ભરતી સર્કલ આધારિત અધિકારીઓ (સીબીઓ) માટે 1400 રેગ્યૂલર અને 2 બેક લૉગ પદો માટે છે. ઇચ્છૂક ઉમેદવાર અધિકારિક વેબસાઇટ sbi.co.in કે ibpsonline.ibps.in ના માધ્યમથી અરજી કરી શકે છે. જાણો ભરતીની ડિટેલ્સ વિશે........ 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સર્કલ આધારિત ઓફિસરની જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ SBI CBOની કુલ 1422 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન મોડમાં હાથ ધરવામાં આવી છે. આમાં અરજી કરવા માટે, ઉમેદવારો SBI વેકેન્સીની અધિકૃત વેબસાઇટ – sbi.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આમાં અરજી કરતા પહેલા વેબસાઈટ પર જઈને નોટિફિકેશન ચેક કરો.

બેંકમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક સારી તક છે. SBI દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટેની અરજી પ્રક્રિયા આજથી એટલે કે, 18 ઓક્ટોબર 2022 થી શરૂ થઈ ગઈ છે. આમાં અરજી કરવા માટે ઉમેદવારોને 07 નવેમ્બર 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ ખાલી જગ્યા માટેની પરીક્ષા ડિસેમ્બરમાં લેવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી 
તમે આ જગ્યા માટે ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો. સ્ટેપ 1- અરજી ફોર્મ ભરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ- sbi.co.in પર જાઓ. સ્ટેપ 2- આ પછી Current Vacanciesની લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3- હવે State Bank of India SBI CBO Circle Based Officer Online Form 2022 લિંક પર ક્લિક કરો. સ્ટેપ 4- પહેલા મોબાઈલ નંબર અને ઈમેલની મદદથી રજીસ્ટ્રેશન કરો. સ્ટેપ 5- નોંધણી પછી, તમે અરજી ફોર્મ ભરી શકો છો. સ્ટેપ 6- એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પ્રિન્ટ આઉટ લો.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, આ ખાલી જગ્યા માટેની અરજી પ્રક્રિયા ફી જમા કરાવ્યા પછી જ પૂર્ણ ગણવામાં આવશે. આમાં અરજી કરવા માટે, જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ ફી તરીકે 750 રૂપિયા જમા કરાવવાના રહેશે. તે જ સમયે, SC, ST અને દિવ્યાંગ વર્ગ માટે કોઈ ફી નક્કી કરવામાં આવી નથી.

લાયકાત અને વય મર્યાદા 
સર્કલ બેઝ્ડ ઓફિસરની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. પ્રાદેશિક ભાષાનું પણ જ્ઞાન હોવું જોઈએ. તે જ સમયે, અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી વધુ અને 30 વર્ષથી ઓછી હોવી જોઈએ. અનામતના દાયરામાં આવતા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

SBI દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, સર્કલ બેઝ્ડ ઓફિસરની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોનો પગાર શરૂઆતમાં 36,000 રૂપિયા પ્રતિ માસ હશે. 2 વર્ષ પછી પગાર 49,910 રૂપિયાથી 63,840 રૂપિયા થઈ જશે. આ સિવાય તમને અનેક પ્રકારના ભથ્થાનો લાભ પણ મળશે. વધુ વિગતો માટે સત્તાવાર સૂચના તપાસો.

 

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Embed widget