SSA Gujarat Recruitment 2022: સર્વ શિક્ષા અભિયાન હેઠળ ગુજરાતમાં આટલા શિક્ષકોની થશે ભરતી, એક ક્લિકમાં જાણો તમામ વિગત
SSA Gujarat Recruitment 2022: આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા 12 સપ્ટેમ્બર 2022 થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 01 ઓક્ટોબર 2022 છે.
SSA Gujarat Recruitment 2022: જો તમે નોકરી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાને તેની વેબસાઇટ પર વિશેષ શિક્ષકોની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સાઇટ ssarms.gipl.in પર જઈને આ ભરતી માટે અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા 12 સપ્ટેમ્બર 2022 થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 01 ઓક્ટોબર 2022 છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 1500 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો
- SSA ગુજરાત ઓનલાઈન અરજીની શરૂઆત - 12 સપ્ટેમ્બર 2022
- SSA ગુજરાત ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ - 01 ઓક્ટોબર 2022
ખાલી જગ્યાની વિગતો
કુલ પોસ્ટ્સ – 1300
કેટલી સેલરી મળશે
આ ભરતી અંતર્ગત સ્પેશિયલ એજ્યુકેટર (સીપી), સ્પેશિયલ એજ્યુકેટર (એમડી),સ્પેશિયલ એજ્યુકેટર (આઈડી-એમઆર)ના પદ પર પસંદગી થયેલા ઉમેદવારોને 15 હજાર રૂપિયા વેતન અપાશે.
આ પ્રકારે કરો અરજી
અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો 1 ઓક્ટોબર, 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજીપત્ર જમા કર્યા બાદ ઉમેદવારોએ ફાઇનલ પેજની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ. આ ભરતી સાથે જોડાયેલી તમામ પ્રકારની જાણકારી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
કેવી રીતે અરજી કરવી તે જાણો
- ગુજરાત સર્વ શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઇટ ssagujarat.org ની મુલાકાત લો.
- તે પછી ત્યાં તમને 'ભરતી' વિભાગ દેખાશે, તેના પર જાઓ.
- ત્યાર બાદ એપ્લાય ઓનલાઈન લિંક પર ક્લિક કરો.
- તે પછી ફોર્મ ખુલશે, પૂછવામાં આવેલી તમામ વિગતો ભરો.
- ફોર્મ ભર્યા પછી, ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ પણ કાઢીને રાખો.
આ પણ વાંચોઃ
Mehsana: અંબાજી પગપાળા ગયેલા હારિજના પદ યાત્રિકને અજાણ્યા વાહને ટક્કર મારતાં થયું મોત
Education Loan Information:
Calculate Education Loan EMI