Mehsana: અંબાજી પગપાળા ગયેલા હારિજના શ્રદ્ધાળુને અજાણ્યા વાહને ટક્કર મારતાં થયું મોત
મળતી વિગત પ્રમાણે, શ્રદ્ધાળુ હારિજથી ચાલતા અંબાજી દર્શને ગયા હતા. જ્યાં દર્શન કરી પરત આવતા હતા ત્યારે આ ઘટના બની હતી
મહેસાણાઃ બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો યોજાઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તો પદપાળા પહોંચ્યા છે. આ દરમિયાન પદયાત્રાળુઓ પર વાહન ફરી વળવાની બે કરૂણ ઘટના બની છે ત્યારે હવે ખેરાલુ સિદ્ધપુર હાઇવે પર ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અંબાજી ચાલતા ગયેલા હારિજના પદ યાત્રિકનું મોત થયું છે.
મળતી વિગત પ્રમાણે, શ્રદ્ધાળુ હારિજથી ચાલતા અંબાજી દર્શને ગયા હતા. જ્યાં દર્શન કરી પરત આવતા હતા ત્યારે આ ઘટના બની હતી. ખેરાલુ સિદ્ધપુર હાઇવે પર ચાલતા જતા સમય અજાણ્યા વહાન ચાલકે ટક્કર મારતાં મોત થયું હતું. વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસ ગુનો નોંધી કપાસ શરૂ કરી છે.
ચોટીલા પૂનમ ભરવા જઈ રહેલા પદયાત્રીને વાહને અડફેટે લેતા મોત
લીંબડી - રાજકોટ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે પદયાત્રીનું મોત નિપજ્યું હતું. છાલીયા તળાવ પાસે પુરપાટ ઝડપે જતાં પદયાત્રીને અજાણ્યા વાહને અડફેટે લેતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક ચાલીને ચોટીલા દર્શનાર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીથી અંદાજે ૩૦ વ્યક્તિનો સંઘ ચાલીને ચોટીલા જઈ રહ્યો હતો.
અરવલ્લીના કૃષ્ણાપુર નજીક કાર ચાલકે પદયાત્રીઓને લીધા અડફેટે
થોડા દિવસ પહેલા માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. એક ઇનોવા ચાલકે પદયાત્રીઓને કચડ્યા હતા. આ અકસ્તમાંતમાં કુલ 6 પદયાત્રીઓના મોત થયા હતા. જ્યારે 5 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્ત ને માલપુર સીએચસી ખસેડાય હતા. તમામ પદયાત્રીઓ પંચમહાલ કાલોલના અલાલીના વતની હતા.