SSC Exam Calendar 2022: SSC એ આ પરીક્ષાઓની તારીખો જાહેર કરી, આવી રીતે કરો ચેક
સ્ટાફ સિલેકશન કમિશન (SSC) એ CHSL, હેડ કોન્સ્ટેબલ અને MTS માટેની પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે
SSC Exam Date Calendar 2022: સ્ટાફ સિલેકશન કમિશન (SSC) એ CHSL, હેડ કોન્સ્ટેબલ અને MTS માટેની પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે. ઉમેદવારો SSC ની સત્તાવાર સાઇટ ssc.nic.in પર જઈને ચેક કરી શકે છે. શેડ્યુલ અનુસાર, સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તરની પરીક્ષા 2021 ટાયર 2I 18 સપ્ટેમ્બર 2022 ના રોજ લેવામાં આવશે. જ્યારે દિલ્હી પોલીસ હેડ કોન્સ્ટેબલની પરીક્ષા 10 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે.
આ ભરતી પ્રક્રિયા અંતર્ગત દિલ્હી પોલીસમાં 835 જગ્યાઓ ભરવામાં આવશે. જ્યારે મલ્ટી-ટાસ્કિંગ (નોન-ટેકનિકલ) સ્ટાફ અને હવાલદારની જગ્યાઓ માટે પેપર 2 6 નવેમ્બર 2022 ના રોજ લેવામાં આવશે. ટાયર 1 પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો જ ટાયર 2 પરીક્ષામાં બેસી શકશે. ઉલ્લેખનીય છે કે આયોગે ગયા મહિને SSC દ્વારા લેવામાં આવેલી વિવિધ પરીક્ષાઓ માટે સંશોધિત પરીક્ષા કેલેન્ડર બહાર પાડ્યું હતું.
કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, જેએચટી પરીક્ષા ઓક્ટોબર 2022 માં લેવામાં આવશે. દિલ્હી પોલીસના SI, JE, સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને Dની પરીક્ષા નવેમ્બર 2022ના રોજ લેવામાં આવશે. CGL, સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષા ડિસેમ્બર 2022માં લેવામાં આવશે. જ્યારે એમટીએસની પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરી 2023માં, સીજીએલની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2023માં, કોન્સ્ટેબલ માર્ચ-એપ્રિલ 2023માં, એમટીએસ અને કોન્સ્ટેબલની પરીક્ષા એપ્રિલ-મે 2023માં લેવામાં આવશે.
આ રીતે શેડ્યૂલ તપાસો
ઉમેદવારો શેડ્યૂલ તપાસવા માટે પ્રથમ સત્તાવાર સાઇટ ssc.nic.in ની મુલાકાત લો.
તે પછી ઉમેદવારના હોમ પેજ પર દેખાતી Important Notice: Schedule of Examinations લિંક પર ક્લિક કરો
હવે ઉમેદવારો આ શેડ્યૂલ ડાઉનલોડ કરીને ચેક કરી શકે છે.
Lumpy Virus : અમદાવાદમાં પશુઓના પરિવહન-હેરફેર પર પ્રતિબંધ, ભંગ બદલ થશે કડક કાર્યવાહી
Mahesana : વિસનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી, ખુલ્લી ગટરમાં બાળકી ખાબકતા બાળકીનું મોત થયું
Education Loan Information:
Calculate Education Loan EMI