Rathava Community : રાઠવા જાતિના દાખલાના વિવાદ મામલે સરકારે પરિપત્ર જાહેર કરી નિરાકરણ લાવ્યું, સમગ્ર રાઠવા સમાજમાં આનંદ
Rathwa caste certificate : કેટલાક રાઠવા જાતિના લોકોના દસ્તાવેજમાં કોળી શબ્દના પ્રયોગથી અનુસૂચિત જનજાતિના દાખલા મળતા ન હતા.
Gandhinagar : રાઠવા જાતિના દાખલા મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો, કેટલાક રાઠવા જાતિના લોકોના દસ્તાવેજમાં કોળી શબ્દના પ્રયોગથી અનુસૂચિત જનજાતિના દાખલા મળતા ન હતા અને તેને લઈ આદિવાસી હોવા છતાં સરકારી નોકરીમાં અડચણ ઉભી થતી. કેટલાકને નોકરી મળ્યા બાદ પણ આદિજાતિના દાખલાની ચકાસણી કરી તેઓની નિમણૂક અટકાવાય હતી, જેને લઈ છોટાઉદેપુર જીલ્લામાં રાઠવા જાતિના સામાજિક આગેવાનો સહિત તમામ રાજકીય આગેવાનોએ આંદોલન કર્યા.
હવે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો છે. સરકારના આદિજાતિ વિકાસ વિભાગે બહાર પાડેલા પરિપત્રમાં રાઠવા, રાઠવા કોળી કે કોળી રાઠવા એક જ છે અને તેઓને અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર આપવાનો આદેશ કર્યો છે.
સરકારના નિર્ણયને લઈ છોટાઉદેપુર જીલ્લામાં ઠેર ઠેર ઉજવણી કરાઈ રહી છે. ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ખુશી મનાવી રહ્યા છે. વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પાવીજેતપુરમાં ટીમલી નૃત્ય કરી પોતાની ખુશી જાહેર કરી છે.
1 થી 3 સપ્ટેમ્બર દરમિયાન તરણેતરના મેળા સાથે યોજાશે 17મોં ગ્રામીણ ઓલમ્પિક
આગામી 1 સપ્ટેમ્બર થી 3 સપ્ટેમ્બર 2022 દરમ્યાન સુરેન્દ્રનગરના તરણેતરમાં વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો (Tarnetar Fair 2022) યોજાશે. તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા 17મા ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. 1 સપ્ટેમ્બર થી 3 સપ્ટેમ્બર 2022 દરમ્યાન યોજાનાર આ ગ્રામિણ ઓલમ્પિકમાં પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ 17માં ગ્રામિણ ઓલમ્પિકમાં ભાગ લેવા ઇચ્છતી આપના જીલ્લાની ટીમોની તેમજ ઇચ્છુક રમતવીરોની એન્ટ્રીઓ “જીલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ.આર.ચૌહાણ મો. 9898974448, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પીનીંગ મીલ સામે, મીલ રોડ, જી.સુરેન્દ્રનગર મું.લીંબડી-363421”ને 22 ઓગસ્ટ 2022 સુધીમાં સમયસર મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે.
આ અંગેના એન્ટ્રી ફોર્મ દરેક જીલ્લાના જીલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતેથી ઉપલબ્ધ થશે તેમ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના મુખ્ય કોચની યાદીમાં વધુમાં જણાવાયુ છે.