ગુજરાતમાં આ કંપનીઓ કરી રહી છે કેમ્પસ રિક્રૂટમેંટ, જાણો વિગત
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, ટેક ટેલેન્ટની સેલરીમાં જોરદાર વધારો થયો છે. આઈટી અને કોમ્યુટર એન્જિનયરની સેલરીમાં 30 ટકનો વધારો થયો છે.
અમદાવાદઃ ધીરૂભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીના સોફ્ટવેર ડેવલપમેન્ટના વિદ્યાર્થીને 52.57 લાખ રૂપિયાનું રેકોર્ડ પેકેજ મળ્યું હતું. જેમે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, ટેક ટેલેન્ટની સેલરીમાં જોરદાર વધારો થયો છે. આઈટી અને કોમ્યુટર એન્જિનયરની સેલરીમાં 30 ટકનો વધારો થયો છે.
આ કંપનીઓ કરી રહી છે કેમ્પસ રિક્રૂટમેંટ
ડીઈ શો ઈન્ડિયા, ગૂગલ ઈન્ડિયા, ઓરેકલ ઈન્ડિયા, સ્વીગી, પેટીએમ, પબ્લિસીસ સેપિઅન્ટ, સેમસંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ, વેલાસ ફાર્ગો, ઉડાન, કેપીએમજી, મિશો, કૂએપ
DAIICT ના અધિકારીઓના જણાવ્યા મુજબ, 2017 થી 2020 દરમિયાન વિદ્યાર્થીઓને સર્વોચ્ચ પેકેજ અનુક્રમે 29.3 લાખ, 39 લાખ, 39 લાખ અને 51 લાખ ઓફર થયું હતું. ગૂગલ દ્વારા 52.75 લાખની પ્લેસમેન્ટ ઓફર ઓલ ટાઈમ હાઈ ઓફર છે તેમ ડીએઆઈઆઈસીટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સોમન નાયરે જણાવ્યું હતું. પ્રથમ વખત મોટી કંપનીઓ જેવીકે ગૂગલ, માઇક્રોસોફ્ટ, સ્પ્રિંનકલિર અને ડી શો રિક્રૂટમેંટમાં ભાગ લઈ રહી છે. ફાઇનલ યરના 36 અને પ્રી ફાઇનલ યરના 62 વિદ્યાર્થીને ઓફર થઈ છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8603 નવા કેસ નોંધાયા છે અને 415 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8190 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 99974 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4463 કેસ નોંધાયા છે અને 269 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 126,53,44,975 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 73,63,706 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 15,52,596 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Education Loan Information:
Calculate Education Loan EMI