સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર સેનેટની ચૂંટણી ન યોજાતા આ સભ્યોનો આવતીકાલે છેલ્લો દિવસ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર સેનેટની ચૂંટણી ન યોજાતા સિન્ડિકેટ સભ્યોની 23મેએ ટર્મ પૂર્ણ થશે. 7 સિન્ડિકેટ સભ્યોનો આવતીકાલે છેલ્લો દિવસ છે. ભલામણ કાંડ પછી સરકારે યુનિવસિટીમાં ખાસ ધ્યાન આપ્યું,
Saurashtra University: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર સેનેટની ચૂંટણી ન યોજાતા સિન્ડિકેટ સભ્યોની 23મેએ ટર્મ પૂર્ણ થશે. ભાજપના 6 અને કોંગ્રેસના 1 મળી કુલ 7 સિન્ડિકેટ સભ્યોનો આવતીકાલે છેલ્લો દિવસ છે. બહુચર્ચિત ભલામણ કાંડ પછી સરકારે સૌરાષ્ટ્ર યુનિવસિટીમાં ખાસ ધ્યાન આપ્યું છે. સેનેટની ચૂંટણીના વિલંબથી આ સભ્યો હવે ઘર ભેગા થશે. જેમા ભરત રામાનુજ, નેહલ શુક્લ, મેહુલ રૂપાણી, ભાવિન કોઠારી સહીત 6 સભ્યોનો આવતીકાલે છેલ્લો દિવસ છે. કોંગ્રેસના હરદેવસિંહ જાડેજાનો આવતીકાલે છેલ્લો દિવસ. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતી ડો ગિરીશ ભીમાણીની પણ સિન્ડિકેટ સભ્ય તરીકે ટર્મ પુરી થશે.
ચિંતન શિબિર બાદ ગુજરાત કોંગ્રેસ આવી એક્શનમાં,પ્રભારી રઘુ શર્માએ લીધો મોટો નિર્ણય
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસે ઉદયપુરની ચિંતન શિબિરમાં લેવાયેલા નિર્ણયોની અમલવારી માટે સમિતિની રચના કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માની દિલ્હી મુલાકાત બાદ તાત્કાલિક સમિતિની રચના કરવામાં આવી છે. પ્રભારી રઘુ શર્માએ 7 સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ 7 દિવસની અંદર અત્યારસુધી થયેલા કામોનો રિપોર્ટ તૈયાર કરશે. સમિતિ દ્વારા એક મહિનામાં મંડલ સુધીની સમિતિઓની રચના કરશે. સમિતિમાં ગુજરાત કોંગ્રેસના ત્રણ સહપ્રભરીઓનો સમાવેશ થાય છે. સહપ્રભારી રામકિશન ઓઝા, વિરેન્દ્રસિંહ રાઠોડ અને. પી એમ સંદીપનો સમાવેશ થાય છે. પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રદેશ ઉપપ્રમુખ કુલદીપ શર્મા અને કોર કમિટીના સભ્ય ઇન્દ્રવિજયસિંહ ગોહિલ પણ સામેલ છે.
CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે, જાણો કઇ મોટી જાહેરાત થઇ શકે છે?
સુરતઃ સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે. મળતી જાણકારી અનુસાર, સુરત સર્કિટ હાઉસમાં બપોરે 3થી 4 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ પ્રેસ કોન્ફરન્સ કરશે. દરમિયાન વિધાનસભાની ચૂંટણી પહેલા આદિવાસી વિસ્તારને લઈ કોઈ મહત્વની જાહેરાત થઈ શકે છે. ઉમરગામથી અંબાજી બેલ્ટ પર આવેલા આદિવાસીઓ માટે સારા સમાચાર આવી શકે છે. પ્રેસ કોન્ફરન્સમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે. તો આદિવાસી નેતાોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અને સી.આર.પાટીલની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર તમામની નજર રહેલી છે.
Education Loan Information:
Calculate Education Loan EMI