UPSC Exam : UPSCની પરીક્ષા પાસ કરવાની આ રીત ઈન્ટરનેટ પર થઈ વાયરલ
ઈશિતા ટોપર બનતા જ તેનું નામ ચારેકોર સર્ચ કરવામાં આવી રહ્યું છે, આ ઘટનાક્રમ બાદ તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તેના મૉક ઈન્ટરવ્યુનો છે.
UPSC Result : UPSC CSE 2022 (UPSC CSE 2022)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઈશિતા કિશોરે આ પરીક્ષામાં ટોપ કર્યું છે. ઈશિતા ટોપર બનતા જ તેનું નામ ચારેકોર સર્ચ કરવામાં આવી રહ્યું છે, આ ઘટનાક્રમ બાદ તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તેના મૉક ઈન્ટરવ્યુનો છે. જેમાં તે કોઈપણ ખચકાટ વિના તમામ પ્રશ્નોના જવાબ આપી રહી છે. યુઝર્સ લખી રહ્યા છે કે, જો તમારે UPSCમાં ટોપ કરવું હોય તો તમારે આ વીડિયો જરૂર જોવો જોઈએ.
શું કહ્યું ઈશિતાએ વીડિયોમાં?
વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે UPSC ટોપર ઈશિતા ઈન્ટરવ્યુઅરની સામે બેસે છે, ત્યારે તેણે પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે, તેણે શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યાર બાદ તેને પૂછવામાં આવે છે કે, તમે તમારી શાળામાં ઓલરાઉન્ડર ટોપર રહ્યા છો, તમે તેને સિવિલ સર્વિસમાં કેવી રીતે જાળવી રાખશો? ઈશિતાએ પણ આ વાતનો સ્પષ્ટ જવાબ આપ્યો હતો.
UPSC ટોપર ઈશિતા કિશોર કોણ છે?
UPSC CSE 2022 (UPSC CSE 2022) પરીક્ષામાં ટોપ કરનાર ઈશિતા કિશોર શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક છે. તેમની ગણના તેમની કોલેજના હોશિયાર વિદ્યાર્થીઓમાં થતી હતી. તે સ્કૂલમાં ટોપર પણ રહી ચૂકી છે. તેના સમર્પણ અને સખત મહેનતથી ઈશિતાએ માત્ર તેના પરિવારને જ નહીં, પરંતુ કોલેજનું નામ પણ રોશન કર્યું છે.
Ishita Kishore Topper of UPSC Results 2023 Interview 👇👇#UPSC #Ishitakishore pic.twitter.com/Jpm7cgk4Ot
— narendra choyal (@choyal_narendra) May 23, 2023
આ રીતે ચકાસી શકો છો પરિણામ
પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે upsc.gov.in પર જાઓ. અહીં હોમપેજ પર પરીક્ષા અથવા પરિણામ વિભાગ પર જાઓ. ત્યાર બાદ જે પેજ ખુલે તેના પર UPSC ફાઇનલ રિઝલ્ટ પર ક્લિક કરો. નવા પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. અહીં તમારા લોગિન ઓળખપત્રો દાખલ કરો જેમ કે રોલ નંબર, નોંધણી નંબર, જન્મ તારીખ અને અન્ય વિગતો. આ વિગતો દાખલ કરો અને સબમિટ કરો. તે ભર્યા બાદ ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કરો. આમ કરવાથી પરિણામો તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.
UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર, ઈશિતા કિશોરએ કર્યુ ટૉપ, છોકરીઓએ મારી બાજી
આજે યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં આ વખતે મહિલાઓએ ટૉપ કર્યુ છે, ટૉપ કરનારી પરીક્ષાર્થી ઈશિતા કિશોર છે, ખાસ વાત છે કે, આ વખતે ટોપ 4માં ચારેય યુવતીઓ છે. ફાઈનલ રિઝલ્ટમાં કુલ 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
યૂનિયન પબ્લિક સર્વિસ કમિશનએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કર્યું છે. આ પરિણામને ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પરથી જોઈ શકે છે. આ પરીક્ષામાં ટોપ 4માં યુવતીઓ આગળ છે, જેમાંથી ઈશિતા કિશોરે ઓલ ઇન્ડિયા રેન્ક-1 મેળવ્યો છે.
Education Loan Information:
Calculate Education Loan EMI