West Bengal: ચૂંટણી પંચે બીરભૂમના ભાજપના ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ કર્યું રદ્દ, પૂર્વ IPS છે દેબાશીષ ધર
દેબાશીષ ધર ભૂતપૂર્વ IPS અધિકારી છે અને તેમણે ગયા મહિને જ IPS પદ પરથી રાજીનામું આપ્યું હતું.
West Bengal: ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની બીરભૂમ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર દેબાશીષ ધરનું ઉમેદવારીપત્ર રદ્દ કરી દીધું છે. મીડિયા અહેવાલો અનુસાર, ભાજપના ઉમેદવારે તેમના નોમિનેશનની સાથે ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ જમા કરાવ્યું ન હતું. જેના કારણે ચૂંટણી પંચે ઉમેદવારી પત્ર રદ કરવાની કાર્યવાહી કરી હતી. દેબાશીષ ધર ભૂતપૂર્વ IPS અધિકારી છે અને તેમણે ગયા મહિને જ IPS પદ પરથી રાજીનામું આપ્યું હતું.
બીરભૂમમાં ટીએમસીના શતાબ્દી રૉય સામે હતી ટક્કર
વર્ષ 2021માં યોજાયેલી બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ મમતા બેનર્જીની સરકારે દેબાશીષ ધરને પણ સસ્પેન્ડ કરી દીધા હતા. વાસ્તવમાં વર્ષ 2021માં દેબાશીષ ધર કૂચ બિહારના એસપી હતા. ત્યાં જ સીતલકુચી જિલ્લામાં મતદાન દરમિયાન થયેલા હંગામા બાદ સુરક્ષાદળોએ કરેલા ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા. જ્યારે મમતા સરકારે ચૂંટણી બાદ ચાર્જ સંભાળતાની સાથે જ દેબાશીષ ધરને સસ્પેન્ડ કરી દીધા હતા. બીરભૂમ સીટ પર દેબાશીષ ધરનો મુકાબલો ટીએમસીની શતાબ્દી રોય સાથે હતો. બીરભૂમને ટીએમસીનો ગઢ માનવામાં આવે છે.
લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 36 મુજબ ઉમેદવારે ચૂંટણી દરમિયાન પાણી, મકાન અને વીજળીના બિલ ભરવાના હોય છે. બિલ ચૂકવ્યા પછી આ વિભાગો લખીને આપે છે કે સંબંધિત વ્યક્તિ પર વિભાગનું કંઈ લેણું નથી. આ જ ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ ભાજપના ઉમેદવાર દેબાશીષ ધરે જમા કરાવ્યું નહોતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેબાશીષ ધરનું નોમિનેશન રદ્દ થયા બાદ બીજેપીએ દેબતનુ ભટ્ટાચાર્યને પોતાના નવા ઉમેદવાર જાહેર કર્યા છે અને ભટ્ટાચાર્યએ પણ ઉમેદવારી નોંધાવી છે. બીરભૂમ લોકસભા સીટ માટે ચોથા તબક્કામાં એટલે કે 13 મેના રોજ મતદાન થશે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે પદ પરથી રાજીનામું આપવા છતાં ધરને રિલીઝ ઓર્ડર આપવામાં આવ્યો નથી. સીતલકુચી ગોળીબારમાં પાંચ લોકોના મોત બાદ ધરને ફરજિયાત વેઇટિંગ લિસ્ટમાં મુકવામાં આવ્યા છે.
ભાજપના મહાસચિવ જગન્નાથ ચટ્ટોપાધ્યાયે કહ્યું કે, પડદા પાછળ એક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અમે કોઈ જોખમ લેવા માંગતા નથી. ભાજપ ટેકનિકલ કારણોસર અન્ય ઉમેદવારનું ઉમેદવારી પત્ર ભરે છે. ભટ્ટાચાર્યએ કહ્યું કે, મારી પાર્ટી મને જે કહેશે તે હું કરીશ. તૃણમૂલના ષડયંત્રો સામે લડવા માટે અમે બધા એક થઈને કામ કરી રહ્યા છીએ. તેમના ગેમપ્લાનને નિષ્ફળ બનાવવા માટે આ એક વ્યૂહાત્મક ચાલ છે.
Education Loan Information:
Calculate Education Loan EMI