શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આપમાં કકળાટ, પાર્ટીએ અલકા લાંબાને વૉટ્સએપ ગ્રુપમાંથી બહાર કરી, લોકસભાની હાર નહીં આ છે કારણ...
ધારાસભ્ય અલકા લાંબા અને પાર્ટી વચ્ચે તિરાડ વધી ગઇ છે. અલકા લાંબાએ શનિવારે આરોપ લગાવ્યો કે તેમને પાર્ટીના વૉટ્સએપ ગ્રુપમાંથી બહાર કરી દેવામાં આવ છે
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીમાં ફરી એકવાર ધમાલ અને કકળાટ શરૂ થયો છે. લોકસભા ચૂંટણી પુરા થયા બાદ તરતજ પાર્ટીના દિગ્ગજ નેતાઓ વચ્ચે ખેંચાખેંચ ચાલુ થઇ ગઇ છે.
રિપોર્ટ છે કે ધારાસભ્ય અલકા લાંબા અને પાર્ટી વચ્ચે તિરાડ વધી ગઇ છે. અલકા લાંબાએ શનિવારે આરોપ લગાવ્યો કે તેમને પાર્ટીના વૉટ્સએપ ગ્રુપમાંથી બહાર કરી દેવામાં આવ છે. આ ગ્રુપમાં પાર્ટીના કેટલાય વરિષ્ઠ નેતાઓ ઉપરાંત સીએમ કેજરીવાલ પણ મેમ્બર છે.
પાર્ટીના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અલકા લાંબાએ આરોપ લગાવ્યો છે કે, ઓડિશાના મુખ્યમંત્રીને જીતના અભિનંદન આપવાના કારણે તેમને વૉટ્સએપ ગ્રુપમાંથી હાંકી કાઢવામાં આવી છે.
અલકાએ વૉટ્સએપનો સ્ક્રીનશૉટ ટ્વીટર પર શેર કરતાં સીએમ અને પાર્ટી પ્રમુખ કેજરીવાલની નિંદા કરી. આ સ્ક્રીનશૉટમાં સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે કે ઉત્તર પૂર્વી દિલ્હીથી આપના ઉમેદવાર રહેલા દિલીપ પાંડેએ અલકા લાંબાને ગ્રુપમાં હટાવી દીધી છે.
गुस्सा मुझ पर कुछ यूं निकाला जा रहा है, अकेली मैं ही क्यों?मैं तो पहले दिन से ही यही सब कह रही थी जो आज हार के बाद आप कह रहे हैं, कभी ग्रुप में जोड़ते हो,कभी निकालते हो,बेहतर होता इससे ऊपर उठकर कुछ सोचते, बुलाते,बात करते,गलतियों और कमियों पर चर्चा करते,सुधार कर के आगे बढ़ते। pic.twitter.com/3zsZ9TVmQB
— Alka Lamba (@LambaAlka) May 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion