શોધખોળ કરો
અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ભર્યું ઉમેદવારીપત્ર, જેટલી, ઠાકરે રહ્યા હાજર

ગાંધીનગરઃ ભાજપના અધ્યક્ષ અમિત શાહ પરિવાર સાથે ગાંધીનગરમાં ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. આ અગાઉ અમિત શાહે ચાર કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. અમિત શાહે ગણતરીના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તેમની સાથે અરૂણ જેટલી, રાજનાથસિંહ, ઉદ્ધવ ઠાકરે અને સીએમ વિજય રૂપાણી પણ જોડાયા હતા.
નોંધનીય છે કે પિતાના રોડ શોમાં અમિત શાહનો પુત્ર જય શાહ તેમજ ગુજરાતના પ્રદીપસિંહ સહિતના મંત્રીઓ પગપાળા ચાલ્યા હતા. આ અગાઉ થલતેજના નિવાસથી નારણપુરા ખાતે સરદાર પટેલના બાવલા ખાતે પહોંચ્યા હતા અને સરદારની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. દરમિયાન શંખનાદ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીં સભા યોજી હતી. જેમાં NDAના નેતાઓએ વિક્રમી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લોકોને સંબોધતા અમિત શાહે કહ્યું કે, ગુજરાત પોતાનાં દીકરાને શાનની સાથે ફરીથી PM બનાવે. આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર પર ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્રક ભરવા જઇ રહ્યો છું. મને આજે 1982ના દિવસો યાદ આવી રહ્યા છે જ્યારે હું અહીના એક નાના બૂથનો બુથ અધ્યક્ષ હતો. ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી વાજપેઇ સાંસદ રહ્યા. મારુ સૌભાગ્ય છે કે ભાજપે મને અહીંથી સાંસદ બનાવવા જઇ રહી છે. ભાજપ એક વિચારધારાની પાર્ટી છેGandhinagar: BJP President Amit Shah files his nomination for Gandhinagar parliamentary constituency. #LokSabhaElections2019 #Gujarat pic.twitter.com/u4oMwnCk4K
— ANI (@ANI) March 30, 2019
વધુ વાંચો





















