Lok Sabha Election 2024 Live: અમિત શાહે અમદાવાદથી કર્યું મતદાન, વોટ આપ્યા બાદ આપ્યું આ નિવેદન
ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) પહેલાથી જ સુરત બેઠક બિનહરીફ જીતી ચૂકી છે
Lok Sabha Election 2024 Live:અમિત શાહ નારણપુરાથી મતદાન કર્યું હતું. તેઓ પરિવાર સાથે મતદાન મથક પર પહોચ્યાં હતા. આ પહેલા તેઓએ અમદાવાદ કામેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા અને અહીં તેમણે મહાદેવના ચરણમાં શિશ ઝુકાવીને આશિષ લીધા હતા અને મહાદેવને અભિષેક પૂજા કરી હતી.
ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) પહેલાથી જ સુરત બેઠક બિનહરીફ જીતી ચૂકી છે. સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન નામંજૂર થયા બાદ અને અન્ય ઉમેદવારોના નામો પાછા ખેંચાયા બાદ ભાજપના મુકેશ દલાલને સુરતમાંથી બિનહરીફ વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં આજે ચૂંટણીમાં નસીબ અજમાવી રહેલા દિગ્ગજ નેતાઓમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (ગાંધીનગર), મનસુખ માંડવિયા (પોરબંદર), પુરુષોત્તમ રૂપાલા (રાજકોટ)નો સમાવેશ થાય છે.
ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં કુલ 4.97 કરોડ વ્યક્તિઓ, જેમાં 2.56 કરોડ પુરૂષો, 2.41 કરોડ મહિલાઓ અને ત્રીજા લિંગના 1,534 લોકોનો સમાવેશ થાય છે, જે 50,788 મતદાન મથકો પર મતદાન કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ શહેરની નિશાન હાયર સેકન્ડરી સ્કૂલના મતદાન મથક પર ભાજપના ઉમેદવાર અમિત શાહને પોતાનો મત આપ્યો હતો. અમિત શાહ અમદાવાદના અન્ય મતદાન મથકો પર પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અમદાવાદ શહેરના આ બંને મતદાન મથકો ગાંધીનગર લોકસભા બેઠક હેઠળ આવે છે.
વોટ આપ્યા બાદ અમિત શાહે શું કહ્યું
અમિત શાહે આજે પરિવાર સાથે મતદાન કર્યાં બાદ મીડિયા સાથે રૂબરૂ થતાં સ્થિર અને વિકાસશીલ સરકાર માટે જંગી મતદાન કરવા અનુરોધ કર્યો હતો, સુરક્ષિત અને સ્થિર સરકાર માટે મતદાતાને વોટ આપવા અપીલ કરી હતી. મતદાતાએ એવી સરકાર ચૂંટવા અપીલ કરી કે, જે ગરીબીનું દૂર કરીને ભષ્ટ્રાચારને સંદતર નાબૂત કરવા ઇચ્છતી હોય. આત્મનિર્ભર ભારત બનાવવા ઇચ્છતી હોય. વિકસિત ભારત બનાવીને ભારતને નંબર વન બનાવવા માંગતી હોય. કાળઝાળ ગરમીની વચ્ચે પણ અત્યારસુધીમાં સારા મતદાનો ટ્રેન્ડ મળી રહયાં છે. અઢી કલાકમાં ગુજરાતમાં 20 ટકા મતદાન થઇ ચૂક્યું છે.