શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસે 45 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, જુઓ આ રહ્યું આખું લિસ્ટ
નવી દિલ્હી: કોંગ્રેસે આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીને લઈને પોતાના ઉમેદવારોની એક બીજી યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં કુલ 48 નામ સામેલ છે. જેમાંથી 3 લોકસભા માટે અને 45 નામ વિધાનસભા માટે જાહેર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશની 175 વિધાનસભા બેઠકો માટે 11 એપ્રિલનાં રોજ વોટિંગ થશે. કોંગ્રેસે આ પહેલા આંધ્રપ્રદેશની 132 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોનાં નામની જાહેરાત કરી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં સંયુક્ત આંધ્ર પ્રદેશ (આંધ્ર પ્રદેશ અને તેલંગાણા)ની 42 સીટોમાંથી કૉંગ્રેસને ફક્ત 2 સીટો પર જીત મળી હતી.
આ રીતે કોંગ્રેસે 175 સીટો માટે પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબૂ નાયડૂનાં નેતૃત્વવાળી તેલુગૂ દેશમ પાર્ટી (ટીડીપી) સત્તા પર છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ટીડીપી અને જગન મોહન રેડ્ડીનાં નેતૃત્વવાળી વાઈએસઆર કોંગ્રેસ વચ્ચે છે.
લોકસભા ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસે વિશાખાપટ્ટનમથી રામના કુમારી પેડાડા, વિજયવાડાથી નરહરશેટ્ટી નરસિંહા રાવ અને નાડ્યાલ સીટથી લક્ષ્મી નરસિંહા યાદવને મેદાનમાં ઉતાર્યાં છે.The Congress Central Election Committee announces the seventh list of candidates for the ensuing elections to the Lok Sabha and the Andhra Pradesh Legislative Assembly. pic.twitter.com/EWbhjPmcgp
— Congress (@INCIndia) March 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement