શોધખોળ કરો
મોદી સુનામીમાં ઉડી ગઇ વંશવાદની રાજનીતિ, CMના પુત્રથી લઇ મહારાજ સુધીના બધા ઉમેદવારો હાર્યા
2019ની ચૂંટણીમાં સૌથી મોટુ રાજકીય નુકશાન ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીને થયુ છે

નવી દિલ્હીઃ લોકસભા 2019નું પરિણામ આવતાં જ અનેક પ્રકારના ઇતિહાસ રયાચા, 2014માં મોદીની આંધી હતી, તો 2019માં મોદીની સુનામી કહી શકાય છે. કેમકે આ વખતે વંશવાદની રાજનીતિ ખતમ થઇ ગઇ છે. મોદી સુનામીમાં સીએમના પુત્રથી લઇન મહારાજ સુધીના અનેક ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે. મોદી સુનામીની વાત કરીએ તો, 2019ની ચૂંટણીમાં સૌથી મોટુ રાજકીય નુકશાન ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીને થયુ છે. અહીં મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવને છોડીને પરિવારના બધા નેતા હારી ગયા, એટલે મોદી સુનામીમાં વંશવાદની રાજનીતિ ઉડી ગઇ.
ઉપરાંત બિહારમાં લાલુ પરિવાર સાફ થઇ ગયુ, હરિયાણામાં હુડ્ડા પરિવાર પણ ચૂંટણી હારી ગયુ. મધ્યપ્રદેશમાં મહારાજ ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર મોદી લહેરની સામે ટકી શક્યા નહીં.
ઉપરાંત બિહારમાં લાલુ પરિવાર સાફ થઇ ગયુ, હરિયાણામાં હુડ્ડા પરિવાર પણ ચૂંટણી હારી ગયુ. મધ્યપ્રદેશમાં મહારાજ ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર મોદી લહેરની સામે ટકી શક્યા નહીં. વધુ વાંચો





















