શોધખોળ કરો

વિધાનસભાની પેટાચૂંટણીમાં 4 પક્ષપલટુ ઉમેદવારની થઈ જીત, કોંગ્રેસની સીટ ઘટીને 13 રહી ગઈ

કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા ચારેય ઉમેદવારોની જીત થઈ છે જ્યારે એક અપક્ષ ઉમેદવારે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી અ તેની પણ જીત થઈ છે.

Gujarat ByPoll Election Result: દેશમાં આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં પાંચેય સીટ પર ભાજપની જીત થઈ છે. મહત્ત્વની બાબત એ છે કે પક્ષપલટુ કરીને આવેલા ચાર ઉમેદવારો પણ જીતી ગયા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા ચારેય ઉમેદવારોની જીત થઈ છે જ્યારે એક અપક્ષ ઉમેદવારે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી અ તેની પણ જીત થઈ છે. આ પાંચ સીટ પર ભાજપની જીત થતાં હવે વિધાનસભામાં ભાજપની કુલ સીટ 161 થઈ ગઈ છે જ્યારે કોંગ્રેસની સીટ માત્ર 13 રહી ગઈ છે.

કઈ બેઠક પર ભાજપ કેટલા મતથી જીત મળી

પોબબંદર

કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ રાજીનામું આપતા બેઠક ખાલી થઈ હતી. તેમણે પક્ષ પલટો કરીને ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને તેમની ભવ્ય જીત થઈ હતી. આ બેઠક પર મોઢવાડીયાએ 116808 મતની લીડ સાથે આ બેઠક જીતી હતી. આ બેઠક પર તેમણે કોંગ્રેસના ઉમેદવાર ઓડેદરા રાજુ ભીમાને હરાવ્યા હતા. રાજુ ભીમાને કુલ 16355 મત મળ્યા હતા જ્યારે અર્જુન મોઢવાડીયાને 133163 મત મળ્યાં હતાં.

વિજાપુર

આ સીટ પર ભાજપે સી.જે. ચાવડાને ટીકીટ આપી હતી. સી.જે. ચાવડા પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આ સીટ પર ભાજપની ટીકીટ પર  ફરી ચૂંટણી લડ્યા અને જીત મેળવી છે. સી.જે. ચાવડાએ કોંગ્રેસના દિનેશ પટેલને હરાવ્યા છે. કોંગ્રેસના દિનેશ પટેલને કુલ 44413 મત મળ્યા હતા જ્યારે સી.જે. ચાવડાને 100641 મત મળ્યા હતા. આમ આ બેઠક પર ભાજપના સી.જે. ચાવડાની 56228 મતથી જીત મેળવી હતી.

માણાવદર

માણાવદર બેઠક પર પણ ભાજપે અરવિંદ લાડાણીને ટીકીટ આપી હતી. તેમણે આ બેઠક પર કોંગ્રેસના હરીભાઈ કણસાગરાના હરાવ્યા હતા. અરવિંદ લાડાણાને કુલ 82017 મત મળ્યા હતા જ્યારે હરીભાઈને 51001 મત મળ્યા હતા. ભાજપે આ સીટ 31016 મતથી લીડથી જીતી છે.

ખંભાત

આ બેઠક પર પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ચિરાગ પટેલને ભાજપે ટીકીટ આપી હતી. ચીરાગ પટેલે કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમારને હરાવીને આ સીટ જીતી છે. ચિરાગ પટેલને કુલ 88457 મત મળ્યાં હતા જ્યારે મહેન્દ્રસિંહ પરમારને કુલ 50219 મત મળ્યા હતા. આમ ભાજપે આ સીટ 38328 મતથી જીતી છે.

વાઘોડિયા

આ સીટ પર પહેલા અપક્ષ તરીકે ચૂંટણી જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટીકીટ આપી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલને હરાવ્યા હતા. ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 127446 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના કનુભાઈ ગોહિલને 45338 મત મળ્યા હતા. આમ ભાજપે આ સીટ 82108 મતથી જીતી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget