શોધખોળ કરો
Advertisement
AAP ઉમેદવારે ગંભીર પર આપત્તિજનક પત્રિકા વહેંચવાનો લગાવ્યો આરોપ, ગંભીરે કહ્યું- સાબિત થશે તો ઉમેદવારી પાછી ખેંચી લઈશ
ગૌતમ ગંભીરે કહ્યું કે જો આરોપ સાચા સાબિત થશે તો હું મારી ઉમેદવારી પાછી ખેંચી લઈશ અને જો તમારા દાવાઓ ખોટાં સાબિત થાય તો શું તમે રાજકારણ છોડી દેશો ?
નવી દિલ્હી: પૂર્વી દિલ્હી સંસદીય ક્ષેત્ર પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશીએ ગૌતમ ગંભીર પર તેમના વિરૂદ્ધ આપત્તિજનક પત્રિકાઓ વહેચવાનો આક્ષેપ લગાવ્યો છે. આતિશી આદે પ્રેસ કોન્ફ્રેરન્સ દરમિયાન રડી પડ્યા હતા. જ્યારે આતીશીના આરોપ બાદ ગૌતમ ગંભીરે સીધી મુખ્યમંત્રી અરવિંદ કેજરવાલ પર પલટવાર કર્યો છે.
ગૌતમ ગંભીરે કહ્યું કે જો આરોપ સાચા સાબિત થશે તો હું મારી ઉમેદવારી પાછી લઈ લઈશ અને જો તમારા દાવાઓ ખોટાં સાબિત થાય તો શું તમે રાજકારણ છોડી દેશો ?
આ દરમિયાન દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દાવો કર્યો કે ભાજપ ઉમેદવાર ગૌતમ ગંભીરે આતિશી વિરૂદ્ધ ન્યૂઝ પેપરની સાથે અભદ્ર ટિપ્પણીઓવાળી પત્રિકાઓ વહેંચી છે. તેમાં ભાષા એટલી અપમાનજનક છે કે તેને વાંચનારને પણ શરમ આવશે. તેમણે કહ્યું જ્યારે તેઓ ભારત માટે ક્રિકેટ રમતા હતા ત્યારે રાષ્ટ્રને તેમના પર ગર્વ હતો. પરંતુ આજે તેમણે ઘણું જ હિન્ન કામ કર્યું છે જે શરમજનક છે.My Challenge no.2 @ArvindKejriwal @AtishiAAP I declare that if its proven that I did it, I will withdraw my candidature right now. If not, will u quit politics?
— Chowkidar Gautam Gambhir (@GautamGambhir) May 9, 2019
આતીશીએ કહ્યુ કે, “જ્યારે ગંભીર રાજનિતિમાં સામેલ થયા હતા ત્યારે મે તેમને કહ્યું હતું કે સારા લોકો રાજનીતિ માટે મહત્વપૂર્ણ છે. પરંતું તેઓ અને તેમની પાર્ટીને દેખાડી દીધું છે કે એક મહિલાને હરાવવા માટે આટલી નીચલી હદે જઈ શકે છે. હું રાજનીતિમાં પૈસા કે નામ કમાવવા નથી આવી.”BJP candidate Gautam Gambhir circulated derogatory pamphlet about @AtishiAAP in East Delhi constituency. Language in this pamphlet is so abusive and low that everybody will feel ashamed while reading it - @msisodia pic.twitter.com/CarlHgppz7
— AAP (@AamAadmiParty) May 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
ટેકનોલોજી
Advertisement