શોધખોળ કરો
Advertisement
આ મહિલાએ બનાવ્યો સૌથી નાની ઉંમરે MP બનવાનો રેકોર્ડ, બે ટર્મના સાંસદને હરાવ્યા
ચંદ્રાણી મુર્મૂએ ટિકિટ મળ્યા બાદ પૂરા જોશ અને ઉત્સાહ સાથે ચૂંટણી લડી હતી. તેનું પરિણામ એ આવ્યું કે તેઓએ પોતાના હરિફ બે વખત સાંસદ રહેલા ભાજપના નેતા અનંત નાયકને 66 હજાર મતથી હરાવી જીત મેળવી.
ભુવેશ્વર: લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા બીટેક કર્યા બાદ નોકરી શોધી રહેલી ચંદ્રાણી મૂર્મુ નામની મહિલાએ વિચાર્યુ પણ નઈ હશે કે તેની કિસ્મત તેને ક્યાં લઈ જાય છે. ચંદ્રાણી આજે દેશની સૌથી યુવા સાંસદ તરીકે ઓડિસાના ક્યોઝર લોકસભા સીટ પરથી ચૂંટાઈ આવી છે. ચંદ્રાણીની ઉંમર માત્ર 25 વર્ષ 11 મહિના છે.
બીજેડી પ્રમુખ અને ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ચૂંટણીમાં જાહેરાત કરી હતી કે તેઓ પોતાની પાર્ટી તરફથી 33 ટકા મહિલાઓને લોકસભા ની ટિકિટ આપશે. બીજેડીને ક્યોઝર(સુરક્ષિત) લોકસભા સીટ પરથી એવી મહિલા ઉમેદવારની તલાશ હતી કે જેમણે ઉચ્ચ શિક્ષણ મેળવેલું હોય અને લોકોની અવાજ બની શકે. ત્યારે ચંદ્રાણીને ટિકિટ મળી હતી. અને તેણે જીત મેળવી હતી.
ચંદ્રાણી મુર્મૂએ ટિકિટ મળ્યા બાદ પૂરા જોશ અને ઉત્સાહ સાથે ચૂંટણી લડી હતી. તેનું પરિણામ એ આવ્યું કે તેઓએ પોતાના હરિફ બે વખત સાંસદ રહેલા ભાજપના નેતા અનંત નાયકને 66 હજાર મતથી હરાવી જીત મેળવી.
ચિદંબરમની રાહુલ ગાંધીને અપીલ- રાજીનામું આપશો તો કાર્યકર્તા આત્મહત્યા કરી લેશે
CWCમાં નેતાઓના પુત્ર મોહ પર વરસ્યા રાહુલ ગાંધી, કહ્યુ- દીકરાની ટિકિટ માટે નેતાઓએ કર્યું દબાણ
નોંધનીય છે કે અત્યાર સુધી દેશમાં સૌથી નાની ઉંમરના સાંસદ બનવાનો રેકોર્ડ હરિયાણાના હિસાર સીટ પરથી 2014માં ચૂંટણી લડેલા દુષ્યંત ચૌટાલાની છે. જેની ઉંમર 26 વર્ષની હતી. તેના બાદ દુષ્યંતનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું હતું.
ભાજપની જીતથી ખુશ આ મુસ્લિમ પરિવારે બાળકનું નામ રાખ્યું ‘નરેન્દ્ર મોદી’, જાણો કારણ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement