Lok Sabha Election Result 2024: જાણો પીયુષ ગોયલની બેઠકનું પરિણામ,મોદી સરકારના મંત્રી જીત્યા કે હાર્યા?
Lok Sabha Election Result 2024: કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર પીયૂષ ગોયલ ઉત્તર મુંબઈથી 3,57,608 લાખ મતોથી જીતી ગયા છે, આ દરમિયાન ગોયલે ઉત્તર મુંબઈના મતદારોનો આભાર માન્યો છે.
Lok Sabha Election Result 2024: કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર પીયૂષ ગોયલ ઉત્તર મુંબઈથી 3,57,608 લાખ મતોથી જીતી ગયા છે, આ દરમિયાન ગોયલે ઉત્તર મુંબઈના મતદારોનો આભાર માન્યો છે. પીયૂષ ગોયલે કહ્યું કે, હું અમને આશીર્વાદ આપવા માટે ઉત્તર મુંબઈના મતદારોનો આભાર માનું છું. ઉત્તર મુંબઈમાં ભાજપે જંગી જીત મેળવી છે. ઉત્તર મુંબઈથી ભાજપના લોકસભા ઉમેદવાર પિયુષ ગોયલની જીતને મહાવિકાસ આઘાડી માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
#WATCH | Mumbai: Union Minister and BJP candidate from Mumbai North, Piyush Goyal says, "I want to thank the voters of North Mumbai for blessing us. As per the trends, BJP is leading by around 1.25 lakh votes and if this continues, we will surely win the North Mumbai seat and in… pic.twitter.com/vYpFhkl89j
— ANI (@ANI) June 4, 2024
તમને જણાવી દઈએ કે જો પીયૂષ ગોયલની વાત કરીએ તો તેઓ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને હાલમાં કેન્દ્રની મોદી સરકારમાં કેબિનેટ મંત્રી છે અને તેઓ મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સાંસદ છે અને ગૃહના નેતા પણ છે. તેમનો જન્મ 13 જૂન 1964ના રોજ થયો હતો અને તેઓ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના રહેવાસી છે.
પિયુષ ગોયલ એક રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેમની માતા ચંદ્રકાન્તા ગોયલ મહારાષ્ટ્રમાંથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, જ્યારે તેમના પિતાનું નામ વેદ પ્રકાશ ગોયલ છે, જેઓ 2001 થી 2003 સુધી વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી હતા. તેમની 35 વર્ષની રાજકીય કારકિર્દી દરમિયાન, પીયૂષ ગોયલ ભાજપમાં વિવિધ સ્તરે ઘણા મહત્વપૂર્ણ પદો પર સેવા આપી હતી, તેઓ પાર્ટીના રાષ્ટ્રીય ખજાનચી પણ રહ્યા છે. તેમની પત્નીનું નામ સીમા છે, જે એક સક્રિય સામાજિક કાર્યકર છે.
મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પર એક નજર
2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો આ વર્ષે મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પર મતદારોની સંખ્યા 16 લાખ 47 હજાર 350 હતી જ્યારે 60.08 ટકા મતદાન નોંધાયું હતું. તે ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટીને 7 લાખ 6 હજાર 678 મત મળ્યા હતા, જ્યારે 2 લાખ 41 હજાર 431 મતદારોએ કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માતોંડકર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કોંગ્રેસને 4 લાખ 65 હજાર 247 મતો આપ્યા હતા. આ બેઠક ભાજપની છે, જ્યાંથી કોંગ્રેસના સંજય નિરુપમ પણ સાંસદ રહી ચૂક્યા છે.