શોધખોળ કરો
બોલિવૂડની કઈ અભિનેત્રી કોંગ્રેસમાં જોડાશે અને કઈ સીટ પર ચૂંટણી લડશે? નામ જાણીને ચોંકી જશો

મુંબઈ: અભિનેત્રી ઉર્મિલા માંતોડકર રાજકિય ઈનિંગની શરૂઆત કરે તેવી શક્યતા છે. આગામી બે-ત્રણ દિવસમાં ઉર્મિલા માંતોડકર કોંગ્રેસ પાર્ટીમાં જોડાય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉર્મિલાને કોંગ્રેસ પાર્ટી નોર્થ મુંબઈની લોકસભા સીટ માટે ઉમેદવાર જાહેર કરે તેવી પુરેપુરી શક્યતા છે. આ બેઠક પર ભાજપ તરફથી ગોપાલ શેટ્ટી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસની રણનીતિ છે કે, તે ગોપાલ વિરૂદ્ધ ગ્લેમરસ ચહેરો મેદાનમાં ઉતારીને મતદાતાઓને આકર્ષિત કરી શકે. આ જ કારણે ઉર્મિલાને ચૂંટણીમાં મેદાનમાં ઉતારાય તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી 2019માં નોર્થ મુંબઈથી મરાઠી અભિનેત્રી આશાવરી જોશી અને શિલ્પા શિંદેએ પણ કોંગ્રેસ પાસેથી ટીકિટ માંગી છે. જોકે હજુ સુધી તેમના પર પાર્ટીએ કોઈ નિર્ણય કર્યો નથી.
વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં નોર્થ મુંબઈ સીટ પરથી કોંગ્રેસે સંજય નિરૂપમને ચૂંટણી લડાવ્યા હતા. જેમનો ભાજપના ગોપાલ શેટ્ટી સામે હારી ગયા હતા. જીત અને હાર વચ્ચે મોટું અંતર રહ્યું હતું. જેના કારણે આ વખતે સંજય નિરૂપમ નોર્થ વેસ્ટ મુંબઈથી લડવા ઇચ્છે છે.
કોંગ્રેસની રણનીતિ છે કે, તે ગોપાલ વિરૂદ્ધ ગ્લેમરસ ચહેરો મેદાનમાં ઉતારીને મતદાતાઓને આકર્ષિત કરી શકે. આ જ કારણે ઉર્મિલાને ચૂંટણીમાં મેદાનમાં ઉતારાય તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી 2019માં નોર્થ મુંબઈથી મરાઠી અભિનેત્રી આશાવરી જોશી અને શિલ્પા શિંદેએ પણ કોંગ્રેસ પાસેથી ટીકિટ માંગી છે. જોકે હજુ સુધી તેમના પર પાર્ટીએ કોઈ નિર્ણય કર્યો નથી.
વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં નોર્થ મુંબઈ સીટ પરથી કોંગ્રેસે સંજય નિરૂપમને ચૂંટણી લડાવ્યા હતા. જેમનો ભાજપના ગોપાલ શેટ્ટી સામે હારી ગયા હતા. જીત અને હાર વચ્ચે મોટું અંતર રહ્યું હતું. જેના કારણે આ વખતે સંજય નિરૂપમ નોર્થ વેસ્ટ મુંબઈથી લડવા ઇચ્છે છે. વધુ વાંચો