શોધખોળ કરો

તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાં ન હોય તો પણ શું તે ચૂંટણી લડી શકે છે? જાણો શું છે કાયદો

આરજેડી નેતાઓએ આરોપ લગાવ્યો કે, તેજસ્વી યાદવને આગામી વિધાનસભા કે લોકસભા ચૂંટણી લડતા અટકાવવા માટે આ જાણી જોઈને કરવામાં આવેલું પગલું હતું. જોકે, થોડા સમય પછી, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે, તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાં છે. આ પછી પણ રાજકારણ રમવામાં આવી રહ્યું છે.

તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાંથી ગાયબ થયા બાદ આરજેડીએ ભાજપ પર કાવતરું ઘડવાનો આરોપ લાગ્યો છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે તેમનું નામ મતદાર યાદીમાં છે. છતાં પ્રશ્ન એ છે કે જો કોઈનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે, તો શું તે ચૂંટણી લડી શકશે કે નહીં.

આજકાલ બિહારના રાજકારણમાં એક અનોખો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. આરજેડીના નેતાઓ સોશિયલ મીડિયા પર દાવો કરી રહ્યા છે કે, તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે જેથી તેમને આગામી ચૂંટણી લડતા અટકાવી શકાય. આ એક 'ષડયંત્ર' છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું કોઈ નેતાનું નામ મતદાર યાદીમાં ન હોય તો તે ચૂંટણી લડી શકે નહીં? જો તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાં ન હોય, તો શું તે ખરેખર આગામી ચૂંટણી લડી શકશે નહીં? આપણો કાયદો શું કહે છે?

બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાંથી ગાયબ હોવાનો મુદ્દો ત્યારે ઉભો થયો જ્યારે પટનાના પાટલીપુત્ર વિધાનસભા ક્ષેત્રની સુધારેલી મતદાર યાદી જાહેર કરવામાં આવ્ય.. આરજેડી નેતાઓએ આરોપ લગાવ્યો કે, તેજસ્વી યાદવને આગામી વિધાનસભા કે લોકસભા ચૂંટણી લડતા અટકાવવા માટે આ જાણી જોઈને કરવામાં આવેલું પગલું હતું. જોકે, થોડા સમય પછી, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે, તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાં છે. આ પછી પણ રાજકારણ કરવામાં આવી રહ્યું છે.

આરજેડીનો આરોપ શું છે?

આરજેડીનું કહેવું છે કે, તેજસ્વી યાદવનું નામ કોઈપણ માહિતી કે માન્ય કારણ વગર દૂર કરવામાં આવ્યું હતું. તેજસ્વીને ચૂંટણીની રેસમાંથી દૂર કરવાનું ભાજપનું આ કાવતરું છે. આના દ્વારા લોકશાહી નબળી પડી રહી છે. આરજેડી આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની તૈયારી કરી રહી છે અને કોર્ટમાં જવાની પણ વાત કરી રહી છે.

ચૂંટણી લડલા માટેની શરતો શું છે

કાયદા મુજબ, જો કોઈ વ્યક્તિ કોઈપણ મતવિસ્તારનો મતદાર ન હોય, તો પણ તે ચોક્કસ શરતો સાથે ચૂંટણી લડી શકે છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 અનુસાર, કોઈપણ ભારતીય નાગરિક જેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ છે તે વિધાનસભા ચૂંટણી લડી શકે છે. જો તે લોકસભા કે રાજ્યસભાની ચૂંટણી લડવા માંગે છે, તો તેની ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. તે કોઈપણ મતવિસ્તારનો મતદાર બની શકે છે. આનો અર્થ એ છે કે કોઈ ચોક્કસ બેઠક પરથી ચૂંટણી લડવા માટે તે મતવિસ્તારનો મતદાર હોવો જરૂરી નથી. પરંતુ કોઈ પણ રાજ્ય કે શહેર હોય, કોઈ પણ મતવિસ્તારમાં નામ હોવું જરૂરી છે. તમે હરિયાણા ચૂંટણી પંચની આ લિંક પરથી પણ આ સમજી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
ફિફ્ટી ફટકાર્યા બાદ હાર્દિક પંડ્યાએ મહિકા શર્માને આપી ફ્લાઈંગ 'Kiss'; રોમેન્ટિક વીડિયો વાયરલ
ફિફ્ટી ફટકાર્યા બાદ હાર્દિક પંડ્યાએ મહિકા શર્માને આપી ફ્લાઈંગ 'Kiss'; રોમેન્ટિક વીડિયો વાયરલ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
Embed widget