શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધીએ કહ્યું- મોદી 15 લાખ નથી આપી શક્યા પણ અમે 72 હજાર આપીશું
નવી દિલ્હીઃકોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક ચૂંટણી રેલી સંબોધિત કરી હતી. રાહુલે આ દરમિયાન કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. કોગ્રેસ અધ્યક્ષે આ દરમિયાન ગરીબોને વાર્ષિક 72 હજાર કરોડ રૂપિયા આપવાના વચનને દોહરાવ્યું હતું. પોતાના સંબોધન દરમિયાન રાહુલે રાજ્યના લોકોને વચન આપ્યું હતું કે, દિલ્હીની સત્તામાં આવતાની સાથે તેમની સરકાર આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજો આપશે. નોંધનીય છે કે ટીડીપી અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી નાયડૂએ આ મુદ્દા પર એનડીએથી અલગ થઇ ગયા હતા. રાહુલે લોકોને સંબોધતા કહ્યું હતું કે, મિસ્ટર મોદી પાંચ વર્ષથી દેશના વડાપ્રધાન છે અને તેમણે રાજ્યના લોકોને આપેલ વચન પુરુ કર્યું નથી. આંધ્રપ્રદેશની રાજકીય પાર્ટીઓ પણ આ મુદ્દા પર મોદીને આક્રમક રીતે ઘેરવાનો પ્રયાસ કરી રહી નથી.
રાહુલે કેન્દ્રની સત્તામાં આવવા પર આંધ્રપ્રદેશને સ્પેશ્યલ દરજ્જો આવવાનું વચન આપતા કહ્યું કે આ ફક્ત કોગ્રેસ અને મનમોહન સિંહ દ્ધારા આપવામાં આવેલું વચન નથી પરંતુ આ દેશનો આંધ્રપ્રદેશને આપવામાં આવેલું વચન છે. અમને તમને વચન આપીએ છીએ કે કોગ્રેસ પાર્ટી દિલ્હીની સત્તામાં આવશે. અમારી સરકાર આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપશે. આ સાથે ગરીબ લોકોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાના વચનનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે, હું મોદી નથી. હું ખોટું બોલતો નથી. તેમણે કહ્યું હતું કે, તે તમને 15 લાખ રૂપિયા આપશે. તે એક જૂઠ હતુ. તેમની સરકાર તમને15 લાખ રૂપિયા આપી શકી નહી પરંતુ અમારી સરકાર આવી તો દેશના સૌથી ગરીબ લોકોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપશે.Congress Pres Rahul Gandhi in Vijayawada: Rs 72,000 a year....I'm not Mr Modi, I don't lie. He said he'll give you Rs 15 Lakh, that was a lie...Govt of India cannot give you Rs 15 Lakh in a bank account but Govt of India can give Rs 72,000 a year to the poorest people in India. pic.twitter.com/g2X6dhrSIS
— ANI (@ANI) March 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ
Advertisement