શોધખોળ કરો
Advertisement
આજે ભોપાલામાં રાહુલ ગાંધીની રેલી, ખેડૂત સન્મેલનને કરશે સંબોધન
નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે એક દીવસીય ભોપાલની મુલાકાતે જશે. અહીં કૉંગ્રેસની સરકાર બન્યા બાદ ખેડૂત આભાર સન્મેલનમાં સામેલ થવા જઈ રહ્યા છે. રાહુલની આ રેલીને લોકસભા ચૂંટણીના અભિયાનની શરૂઆત માનવામાં આવી રહી છે. રાહુલ ગાંધી લગભગ દોઢ વાગ્યે એરપોર્ટ પર પહોંચશે અને પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરશે. ત્યાર બાદ બપોરે 2.30 વાગ્યે જંબૂરી મેદાનમાં ખેડૂત સન્મેલનને સંબોધિત કરશે.
ભોપાલમાં ખેડૂતો સાથે સંવાદ કરવાની સાથે તેમને સંબોધન પણ કરશે. માનવામાં આવી રહ્યું છે કે રેલીમાં લગભગ બે લાખ ખેડૂતો સામેલ થશે. રાહુલની રેલી પહેલા કાર્યકર્તાએ મોટી સંખ્યામાં પોસ્ટરો પણ લગાવ્યા છે. જેમાં રાહુલ ગાંધીને ભગવાન રામના અવતારમાં દર્શાવવામાં આવ્યા છે. આ રેલી દરમિયાન મુખ્યમંત્રી કમલનાથ, વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને અરુણ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement