Elections Result : પાંચ રાજ્યોમાં કારમી હારથી કોંગ્રેસના EVMને લઈને રોદણા શરૂ, દિલ્લીમાં કર્યું વિરોધ પ્રદર્શન
Elections Result : ચૂંટણી પંચના તાજેતરના સત્તાવાર વલણો અનુસાર કોંગ્રેસ પાંચેય રાજ્યોમાં પાછળ છે.
DELHI : દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશ સહીત ગોવા, મણીપુર, પંજાબ અને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણ સામે આવી ચુક્યા છે અને ચિત્ર અડધું સ્પષ્ટ થઇ ગયું છે. પંજાબમાં AAP આગળ છે અને ઉત્તરપ્રદેશ સહીત ચાર રાજ્યોમાં ભાજપ આગળ છે. પાંચેય રાજ્યોમાં કોંગ્રેસ પાછળ છે, કોંગ્રેસની કારમી હાર થઇ છે. અને હમેશની માફક કોંગ્રેસે દોષનો ટોપલો EVM પર ઢોળી દીધો છે અને EVMનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે.
કોંગ્રેસે EVMનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું
દર ચૂંટણીની જેમ આ વખતે પણ કોંગ્રેસે પોતાની હારનું કારણ EVMણે ગણાવીને EVMનો વિરોધ શરૂ કરી દીધો છે. દિલ્લીમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પાર્ટીના કાર્યકર્તાઓએ હાથમાં બોર્ડ લઈને વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. આ બોર્ડમાં લખવામાં આવ્યું છે, "EVMથી લોકતંત્રની હત્યા થઇ રહી છે."
Congress workers protest against EVM, outside party office in Delhi as counting for the #AssemblyElections continues. The party is trailing in all five states as per the latest official trends by the Election Commission. pic.twitter.com/8Ltemk5wrW
— ANI (@ANI) March 10, 2022
કોંગ્રેસના હાથમાંથી પંજાબ ગયું
ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાં એક માત્ર પંજાબમાં કોંગ્રેસની સરકાર હતી, પણ હવે ત્યાં આમ આદમી પાર્ટીએ જોરદાર પ્રદર્શન કર્યું અને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યાં. કોંગ્રેસના હાથમાંથી પંજાબ સરકી ગયું. રાહુલ ગાંધી દ્વારા ચરણજીતસિંહ ચન્નીણે સીએમ બનાવાવનો માસ્ટરસ્ટ્રોકનો કોઈ જાદુ ચાલ્યો નહી.પંજાબ કોંગ્રેસના આંતરિક ઝઘડાઓનું પરિણામ આજે કોંગ્રેસણને જ ભોગવવું પડી રહ્યું છે.
યુપીમાં ન ચાલ્યો પ્રિયંકાનો ચહેરો
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યુપીમાં કોંગ્રેસની કમાન સાંભળી હતી અને ભરપુર પ્રચાર કર્યો હતો. તેમણે અનેક સભાઓ, રેલીઓ રોડ શો કર્યા. મહિલા ઉમેદવારોને મોટી સંખ્યામાં ટીકીટ પણ આપી. પણ આખરે આ તમામનો કોઈ ફાયદો જોવા મળ્યો નહીં. યુપીમાં પણ જનતાએ કોંગ્રેસને નકારી દીધી. કોંગ્રેસના આવા જ હાલ ગોવા, મણીપુર અને ઉત્તરાખંડમાં થયા છે.