Lok Sabha Election Exit Poll 2024 LIVE Updates: એક્ઝિટ પોલમાં જોવા મળ્યો 'મોદી મેજિક', NDAએ મારી બાજી, ઇન્ડિયા ગઠબંધનને કેટલી બેઠકો મળશે?
Lok Sabha Election Exit Poll 2024 LIVE Updates: લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી. લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં મતદાન થયું હતું

Background
Lok Sabha Election Exit Poll 2024 LIVE Updates: લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી. લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં મતદાન થયું હતું. 543 બેઠકો પર યોજાયેલી લોકસભા ચૂંટણીના પરિણામ 4 જૂને આવશે.
-પ્રથમ તબક્કો- 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન.
-બીજા તબક્કામાં 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થયું હતું. મધ્યપ્રદેશના બેતુલમાં ચૂંટણીની તારીખ બદલીને 7 મે કરવામાં આવી હતી.
-ત્રીજો તબક્કો- 7 મેના રોજ 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થયું હતું. ગુજરાતના સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ પર ત્રીજા તબક્કાના બદલે 25 મેના રોજ મતદાન થયું હતું.
-ચોથા તબક્કામાં 13 મેના રોજ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થયું હતું.
-પાંચમો તબક્કો- 20 મેના રોજ 8 રાજ્યોમાં 49 બેઠકો પર મતદાન થયું હતું.
-છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ 7 રાજ્યોની 58 સીટો પર મતદાન થયું હતું.
-સાતમો તબક્કો- 1 જૂને 8 રાજ્યોમાં 57 સીટો પર મતદાન થયું હતું.
Lok Sabha Election Exit Poll Live: ABP-CVoter એક્ઝિટ પોલમાં 543 બેઠકો પર કોને લીડ મળી?
એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલમાં એનડીએને 353-383 બેઠકો, ઇન્ડિયા એલાયન્સને 152-182 બેઠકો અને અન્યને 4-12 બેઠકો મળવાની સંભાવના છે.
Lok Sabha Election 2024 ABP C voter Exit poll: યુપીમાં ભાજપને લાગી શકે છે ઝટકો
એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલના ડેટા અનુસાર, યુપીમાં એનડીએને 44 ટકા, ઇન્ડિયા એલાયન્સને 37 ટકા, બીએસપીને 14 ટકા અને અન્યને 5 ટકા મત મળવાની સંભાવના છે. એક્ઝિટ પોલ અનુસાર, ઉત્તર પ્રદેશની 80 સીટોમાંથી એનડીએને 62-66 સીટો, ઈન્ડિયા એલાયન્સને 15-17 અને અન્યને 0 સીટો મળી રહી છે.





















