શોધખોળ કરો

લોકસભા 2019 : સૌરાષ્ટ્ર કબ્જે કરવા કોંગ્રેસનો શું છે માસ્ટર સ્ટ્રોક? જાણો વિગત

કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર કબ્જે કરવા માટે કોંગ્રેસ પાટીદાર અને ધારાસભ્ય કાર્ડ ઉતરી છે. કોંગ્રેસે સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો પર પાંચ પાટાદીરોને ટિકીટ આપી છે. આ પાંચ પાટીદારોમાંથી ત્રણ વર્તમાન ધારાસભ્યો છે.

અમદાવાદઃ ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જોવા મળી હતી. ત્યારે આ વખતે પાટીદાર આંદોલન અને ગત વિધાનસભામાં મળેલા ફાયદાનો કોંગ્રેસ પુરેપુરો લાભ લેવા માંગે છે. કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર કબ્જે કરવા માટે કોંગ્રેસ પાટીદાર અને ધારાસભ્ય કાર્ડ ઉતરી છે. કોંગ્રેસે સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો પર પાંચ પાટાદીરોને ટિકીટ આપી છે. આ પાંચ પાટીદારોમાંથી ત્રણ વર્તમાન ધારાસભ્યો છે. જ્યારે સુરેન્દ્રનગર બેઠક પર કોળી પટેલ ધારાસભ્યને લોકસભાની ટિકીટ આપીને કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. અમરેલીમાં કોંગ્રેસે વિપક્ષના નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકીટ આપી છે. જેઓ અમરેલી ઉપરાંત અન્ય બેઠકો પર પણ અસર પાડી શકે તેમ છે. પોરબંદરમાં વર્તમાન ધારાસભ્ય લલિત વસોયાને કોંગ્રેસે ટિકીટ આપી છે. વિઠ્ઠલ રાદડિયા આ વખતે ચૂંટણી લડવાના નથી, ત્યારે કોંગ્રેસ વસોયાને મેદાનમાં ઉતારીને આંદોલન દરમિયાન થયેલા ફાયદો ફરી મેળવવા માંગે છે. એવી જ રીતે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાને રાજકોટથી ટિકીટ આપીને સાંસદ મોહન કુંડારિયા સામે મજબૂત ઉમેદવાર ઊભા રાખી દીધા છે. આ પણ વાંચોઃ લોકસભા 2019 : ભાજપ-કોંગ્રેસે કેટલા પાટીદારોને આપી ટિકીટ? જાણો વિગત ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે કેટલા ધારાસભ્યોને લોકસભાની ચૂંટણીમાં ઉતાર્યા મેદાનમાં, જાણો વિગત લોકસભા-પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના તમામ ઉમેદવારો જાહેર, જાણો કોની કોની વચ્ચે જામશે જંગ? સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલને ટિકીટ આપી છે. જેઓ અગાઉ બે વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. ગત વખતે મોદી લહેરને કારણે તેઓ દેવજી ફતેપરા સામે હારી ગયા હતા. જોકે, ભાજપે આ વખતે ફતેપરાને રિપીટ કર્યા નથી અને ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકીટ આપી છે. ત્યારે કોંગ્રેસને સોમાભાઈ પટેલ આ બેઠક જીતે તેવી આશા છે. ભાવનગર બેઠક પર કોંગ્રેસે મનહર પટેલને ટિકીટ આપી છે. . મનહર પટેલ લેઉઆ પટેલ સમાજમાંથી આવે છે. 2007માં ગુજરાત કિસાન અને ખેતમજૂર કોંગ્રેસના ઉપપ્રમુખ હતા. તો વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ તેઓ જોડાયેલા છે. 2002માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારથી તેઓ કોંગ્રેસમાં સક્રિય છે.

ટોપ સ્ટોરી

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
Embed widget