શોધખોળ કરો

Gujarat Elecction 2022: બીજા તબક્કાની 93 બેઠક માટે આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત, આ વિસ્તારમાં થશે ગજવશે દિગ્ગજો સભા

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે આ છેલ્લી ઘડીના પ્રચાર માટે આજે દરેક પક્ષના દિગ્ગજો મેદાને ઉતરશે. 5 ડિસેમ્બરે મધ્ય અને ઉત્તર ગુજરાતની વિધાનસભાની 93 બેઠક માટે મતદાન થશે આજે સાંજે પાંચ વાગ્યાં પ્રચાર પડઘમ શાંત થશે. 8 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. 

Gujarat Elecction 2022: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે આ છેલ્લી ઘડીના પ્રચાર માટે આજે દરેક પક્ષના દિગ્ગજો મેદાને ઉતરશે. 5 ડિસેમ્બરે મધ્ય અને ઉત્તર ગુજરાતની વિધાનસભાની 93 બેઠક માટે મતદાન થશે આજે સાંજે પાંચ વાગ્યાં પ્રચાર પડઘમ શાંત થશે. 8 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. 

પુરૂષોતમ રૂપાલા આજે દાતીવાડામાં સવારે 9:30 જનસભાને સંબોધશે. તો અરવલ્લીના મોડાસામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સભાને ગજવશે. તો બીજેપી ઉમેદવાર ભીખુસિંહ પરમાર રોડ શો યોજશે. તો પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માન દાહોદમાં સભા ગજવશે.હર્ષ સંઘવી પણ આ આજે છેલ્લી ઘડીના પ્રચાર માટે સભાને સંબોધિત કરશે.

તો બીજી તરફ આમ આદમી પાર્ટી માટે અલ્પેશ કથિરિયા, ઇશુદાન, ગોપાલ ઇટાલિયા જનસભાને સંબોધશે. 

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર શનિવારે સમાપ્ત થશે. ગુજરાતમાં બીજા તબક્કામાં 14 જિલ્લાની કુલ 93 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ 93માંથી ભાજપે 51 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 39 બેઠકો જીતી હતી. બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે.

અગાઉ, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં ​​સીલ થઈ ગયું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન થયું છે.  પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનમાં ડેડિયાપાડામાં સૌથી વધુ 82.33 ટકા તો કચ્છના ગાંધીધામમાં સૌથી ઓછુ 47.86 ટકા મતદાન નોંધાયું છે. કુલ 788 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે.  તો કેટલીક જગ્યાએ ઈવીએમ પણ ખોટવાયા હોવાની ફરિયાદો મળી

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો છે, જેમાંથી 13 અનુસૂચિત જાતિ માટે, 27 અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આ વખતે રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે કુલ 1,621 ઉમેદવારો મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે, 8મી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે.

પીએમ મોદીના રોડ શોને લઈને બીજેપી નેતાએ આ દાવો કર્યો છે

પીએમ મોદીના જનસંપર્કની એક વિશેષતા એ અમદાવાદમાં તેમનો રોડ શો હતો, જેને ભાજપના સૂત્રોએ દેશમાં સૌથી લાંબો અને સૌથી મોટો ગણાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તે લગભગ 50 કિલોમીટરનો રોડ શો હતો અને તે શહેરની 13 વિધાનસભા બેઠકો અને ગાંધીનગરની એક વિધાનસભા બેઠક પરથી પસાર થયો હતો. બીજેપીના એક નેતાએ દાવો કર્યો, "લોકોનો ઉત્સાહ અને સ્નેહ સ્પષ્ટ હતો, કારણ કે અંતર કાપવામાં લગભગ ચાર કલાકનો સમય લાગ્યો હતો. પ્રતિસાદ અમારી અપેક્ષાઓ કરતાં વધુ હતો અને અમે માનીએ છીએ કે 10 લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget