શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

લોકસભા ચૂંટણી : રાજ્યની 26 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ, 63.67 ટકા મતદાન

ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો સહિત દેશભરની 117 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. પીએમ મોદીએ અમદાવાદના રાનીપથી, જ્યારે અમિત શાહે નારણપુરાથી મતદાન કર્યુ

ગાંધીનગરઃ આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું છે. ગુજરાતમાં સરેરાશ  63.67 ટકા મતદાન થયું છે. ગુજરાતની 26 બેઠકો સિવાય બિહાર 5, છત્તીસગઢ 7, કાશ્મીર એક, આસામ ચાર, કર્ણાટક 14, ઉ. પ્રદેશ 10, પ. બંગાળની 5, મહારાષ્ટ્રની 14, ઓડિશાની છ બેઠકો માટે પણ આજે મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની પ્રજાનો આભાર માન્યો હતો. તે સિવાય રૂપાણીએ ભાજપના કાર્યકરો અને મીડિયાનો આભાર માન્યો હતો. રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 26 સીટ પર 371 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયા છે જે 23 મેના રોજ પરિણામ આવશે. 70 ટકા  સાથે વલસાડમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું. કચ્છ બેઠક પર  53.38 ટકા, બનાસકાંઠા પર  61.44 ટકા, પાટણ પર  58.91 ટકા, મહેસાણા પર 61.16 ટકા,સાબરકાંઠા બેઠક પર  61.91 ટકા, ગાંધીનગર બેઠક પર  61.18 ટકા, અમદાવાદ ઇસ્ટ પર  55.51 ટકા, અમદાવાદ વેસ્ટ પર 55.12, સુરેન્દ્રનગર પર 53.40, રાજકોટ પર 58.03 ટકા, પોરબંદર  પર 52.72, જામનગર પર  57.34 ટકા, જૂનાગઢ  પર  55.97 ટકા, અમરેલી પર 51.48 ટકા, ભાવનગર પર 53.38 ટકા,  આણંદ પર 62.88 ટકા,  ખેડા પર  56.56 ટકા,  પંચમહાલ   56.84 ટકા, દાહોદ પર 62.40 ટકા, વડોદરા પર  63.57 ટકા, છોટાઉદેપુર પર  64.12 ટકા, ભરૂચ પર 69.42 ટકા, બારડોલી  પર  69.01 ટકા, સુરત  60.84 ટકા, નવસારી   63.29 ટકા, વલસાડ  પર  70.61 ટકા મતદાન નોંધાયું હતું. લોકસભા ચૂંટણી LIVE અપડેટ
-બપોરે પાંચ વાગ્યા સુધીમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર 55 ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાતમાં સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર મતદાન નોંધાયું હતું. અહીં 67 ટકા મતદાન નોધાયુ હતું. કચ્છ બેઠક પર 44.77 ટકા, બનાસકાંઠા બેઠક પર 56.50 ટકા, પાટણ બેઠક પર 52.41 ટકા, મહેસાણા બેઠક પર 56.66 ટકા મતદાન, સાબરકાંઠા બેઠક પર 55.59 ટકા મતદાન, ગાંધીનગર બેઠક પર  57.06 ટકા મતદાન, અમદાવાદ ઇસ્ટ બેઠક પર 50.15 ટકા, અમદાવાદ વેસ્ટ પર 48.83 ટકા, સુરેન્દ્રનગર પર 46.23 ટકા, રાજકોટ પર 51.28 ટકા, પોરબંદર પર 42.09 ટકા, જામનગર પર 44.24 ટકા, જૂનાગઢ પર 51.60 ટકા, અમરેલી પર  47.80 ટકા, ભાવનગર પર  53.38 ટકા, આણંદ પર 53.88 ટકા, ખેડા 52.71 ટકા, પંચમહાલ  49.46 ટકા, દાહોદ 56.80 ટકા, વડોદરા 56.71 ટકા, બારડોલી 60.88, સુરત 52.39 ટકા, નવસારી 55.20 ટકા, વલસાડ 62.21 ટકા મતદાન નોંધાયું હતું. - બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન થયું હતું નવસારી લોકસભાનું ૩ વાગ્યા સુધીનું મતદાન ૫૩.૦૪ %, નર્મદામાં જિલ્લામાં બપોરે 3 સુધી 64.75% મતદાન નોંધાયું, વલસાડ લોકસભા બેઠક ઉપર ૩ વાગ્યા સુધી ૫૭.૭૩ ટકા મતદાન, બારડોલી લોકસભા નું 3.00 વાગ્યા સુધી નું કુલ મતદાન 58.41%, ભાવનગર મતદાન 3 વાગ્યા સુધીમાં સરેરાશ 45.32 %, પંચમહાલ માં 48.43% મતદાન નોંધાયું., ભાવનગર લોકસભા બેઠક પર બપોરે 3 વાગ્યા સુધી મા 45.32 ટકા મતદાન નોંધાયું, મહેસાણા લોકસભા બેઠક પર 3 વાગ્યા સુધી 47.98 ટકા મતદાન થયું, ભરૂચ લોકસભા બેઠક પર બપોરે 3 કલાક સુધી 56 ટકા મતદાન, છોટાઉદેપુર : 3 વાગ્યા સુધી 54.05 % મતદાન, રાજકોટ લોકસભા બેઠક પર 3 વાગ્યા સુધી અંદાજીત 44.01% મતદાન નોંધાયું, સાબરકાંઠા લોકસભા બેઠક પર 3 વાગ્યા સુધીમાં ૪૮.૫૯ ટકા મતદાન નોધાયું, વડોદરામાં 3 વાગ્યા સુધી 44.75 ટકા મતદાન થયું.   * બપોરે એક વાગ્યા સુધીમાં ક્યાં કેટલુ મતદાન થયુ.... - અમદાવાદ પશ્ચિમ 26.31%, અમદાવાદ પૂર્વ 34.96%, અમરેલી 31.22%, આણંદ 35.12%, બનાસકાંઠા 41.16%, બારડોલી 43.48%, ભરૂચ 44.86%, ભાવનગર 36.35%, છોટાઉદેપુર 38.96%, દાહોદ 46.70%, ગાંધીનગર 36.97%, જામનગર 35.12%, જૂનાગઢ 39.14%, કચ્છ 36.48%, ખેડા 36.90%, મહેસાણા 40.70%, નવસારી 32.53%, પંચમહાલ 38.22%, પાટણ 38.74%, પોરબંદર 28.04%, રાજકોટ 39.91%, સાબરકાંઠા 43.08%, સુરત 35.61%, સુરેન્દ્રનગર 36.86%, વડોદરા 41.61%, વલસાડ 42.97% - ચૂંટણી પંચના બપોરે એક વાગ્યા સુધીના આંકડા જાહેર કર્યા છે - જેમાં મહેસાણમાં 40.70 ટકા, બનાસકાંઠામાં 41.42 ટકા, અમરેલીમાં 36.09 મતદાન થયુ છે - જ્યારે વડોદરા 41.61 ટકા અને ભરૂચમાં 44.86 ટકા મતદાન નોંધાયુ છે - સાડા પાંચ કલાક બાદ બપોરે એક વાગ્યા સુધી રાજ્યમાં 39.04 ટકા મતદાન નોંધાયુ - રાજ્યમાં ચૂંટણી દરમિયાન અત્યાર સુધી ચૂંટણી પંચને 12 ફરિયાદો મળી, કોંગ્રેસે પાંચ ફરિયાદ કરી - ખાનગી મિલકતોમાં પૉસ્ટર્સ લગાવવા, બૉગસ એજન્ટ, 100 મીટરની અંદર બૂથ સહિત મતદારોને જલ્દી મતદાન કરવા ફરજ પડાતી હોવાની ફરિયાદો મળી - ભાવનગરમાં વિભાવરી બહેન સામે સુત્રોચ્ચાર કરવા અંગે પણ ફરિયાદ મળી - ચૂંટણી પંચે તમામ બાબતે સ્થાનિક તંત્ર પાસે રિપોર્ટ માંગ્યા છે - ચૂંટણી પંચના કમિશનરે 11 વાગ્યા સુધીનો રિપોર્ટ જાહેર કર્યો છે, સૌથી વધુ મતદાન વલસાડમાં નોંધાયુ છે - અમદાવાદના શાહપુર અડ્ડા પાસે 20 મતદારોના નામ યાદીમાંથી ગાયબ, મતદાન કર્યા વિના પરત જવુ પડ્યુ લોકસભા ચૂંટણી : રાજ્યની 26 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ,  63.67 ટકા મતદાન - અમરેલી અને કચ્છના ગામડામાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો, ગ્રામજનોએ બહિષ્કાર કર્યો - 11 વાગ્યા સુધીમાં ભરુચમાં સૌથી વધુ મતદાન 25 ટકા નોંધાયુ છે,  વલસાડમાં 11 વાગ્યા સુધી 22.85 ટકા મતદાન નોંધાયુ, ગાંધીનગરમાં 16 ટકા - ગુજરાતમાં અત્યાર સુધી 11.86 ટકા મતદાન નોંધાયુ, બનાસકાંઠામાં  22.16 અને પાટણમાં 13.36 ટકા મતદાન નોંધાયુ - રાજ્યમાં ધીમે ધીમે મતદાનમાં વધારો થઇ રહ્યો છે. સવારે બે કલાકના મતદાન બાદ હાલ સરેરાશ આંકડો 14 ટકાએ પહોંચી ગયો. - પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે રાજકોટથી મતદાન કર્યુ - 98 વર્ષની વયે પીએમના માતા હિરાબાએ ગાંધીનગરના રાયસનથી મતદાન કર્યુ - પીએમ મોદીની માતા હિરાબા ગાંધીનગરમાં મત આપવા પહોંચ્યા લોકસભા ચૂંટણી : રાજ્યની 26 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ,  63.67 ટકા મતદાન - બારડોલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ લાઇનમાં ઉભા રહી મતદાન કર્યુ - કચ્ચમાં 2 કલાકમાં 25 જેટલા VVPT બગડ્યા, ભરૂચમાં ઇવીએમ ખોટકાયુ, અંકલેશ્વરની જેનીત સ્કૂલમાં ઇવીએમ ૪૫ મિનીટથી બંધ - બીજેપી અધ્યક્ષ અમિત શાહે પત્ની સોનલ શાહ સાથે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મતદાન કર્યુ - નારણપુરાની સબઝોનલ ઓફિરમાં પરિવાર સાથે મતદાન કર્યુ - વાસણામાં શંકરસિંહ વાઘેલાએ કર્યુ મતદાન, અલ્પેશ ઠાકોરે મતદાન કર્યુ - ભાવનગરમાં જીતુ વાઘાણીએ મતદાન કર્યુ, કોંગ્રેસના સી જે ચાવડાએ મતદાન કર્યુ - મતદાન કર્યા બાદ પીએમ મોદીએ મીડિયાને સંબોધતા કહ્યું કે, આજે લોકતંત્રનુ મહાપર્વ છે, મતદાન કરો - આતંકવાદનું શસ્ત્ર IED હોય છે અને લોકતંત્રની તાકાત VID છે. - પીએમ મોદીએ રાનીપ તો પાર્ટી અધ્યક્ષ અમિત શાહે નારણપુરાથી મતદાન કર્યુ - પહેલા કલાકનું મતદાન પૂર્ણ, એક કલાકમાં સરેરાશ 5 થી 7 ટકા મતદાન નોંધાયુ - રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ મતદાન કર્યુ, કગથરાએ મુખ્યમંત્રી રૂપાણીને પગે લાગીને  આશિર્વાદ લીધા - પીએમ મોદીએ હિરાબાના ઘરની બહાર લોકો સાથે મુલાકાત કરી - માતા હિરાબાએ પુત્ર નરેન્દ્ર મોદીને ચૂંદડી અને શ્રીફળ આપ્યુ, માતાએ સામે આશિર્વાદ અને 501 રૂપિયા આપ્યા, મતદાન માટે રાણીપ જવા રવાના લોકસભા ચૂંટણી : રાજ્યની 26 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ,  63.67 ટકા મતદાન - મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલીએ રાજકોટમાં અનિલ જ્ઞાન મંદિર સ્કૂલમાં મતદાન કર્યુ, - મતદાન પહેલાં મુખ્યમંત્રી રૂપાણી દેવ દર્શને પહોંચ્યા, તમામ 26 બેઠકો જીતવાનો કર્યો દાવો, સવાર સવારમાં જ ઇવીએમ ખોટકાતા મતદારો પરેશાન - બોટાદ, મહેસાણા, સાવરકુંડલામાં અનેક જગ્યાએ  EVM મશીનો ખોટકાયા, મતદારો પરેશાન - સુરતમાં EVM ખોટકાતા ધારાસભ્યા ઝંખના પટેલને જોવી પડી રાહ. ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં પણ એક સ્કૂલમાં EVM ખોટકાયુ - નવસારીના વિજલપોરમાં EVM ખોટકાયુ, સાબરકાંઠાના તલોદમાં અને ગીર સોમનાથના વાવડી ગામે પણ EVM ખોટકાયુ - પીએમ નરેન્દ્ર મોદી રાજભવનથી માતા હિરાબાને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા, માતાના આશિર્વાદ લીધા લોકસભા ચૂંટણી : રાજ્યની 26 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ,  63.67 ટકા મતદાન - વડોદરા જિલ્લા અને શહેરમાં મતદાન કરવા મતદારોની લાંબી લાઇનો લાગી - બનાસકાંઠા ભાજપના ઉમેદવાર પરબત પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર પરથી ભટોળે કર્યુ મતદાન - ગુજરાત રાજ્યના મંત્રી જવાહર ચાવડાએ મતદાન કર્યુ - પરિવાર સાથે પોરબંદર લોકસભા બેઠક માટે મતદાન કર્યુ સમગ્ર દેશભરમાંથી આજે 117 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતની 26 બેઠકો પણ સામેલ છે. ખાસ વાત એ છે કે, દેશની બે મોટી રાજકીય પાર્ટીઓના અધ્યક્ષનું ભાવિ મતદાન પેટીમાં સામેલ થશે. બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ભાવિ મતદાન પેટીમાં સીલ થશે. ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં આમાની 116 બેઠકો બીજેપી અને તેના સહયોગી દળોએ 66 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ અને તેના સહયોગીઓએ 27 બેઠકો પર ખાતુ ખોલાવ્યુ હતું. બાકીની બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ કબજો જમાવ્યો હતો. આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે, જેમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, શશિ થરૂર, કે રાજેશેખરન, મુલાયમ સિંહ યાદવ, આઝમ ખાન, જયા પ્રદા, શ્રીપાદ યેસો નાઇક, પપ્પુ યાદવ, રંજીત રંજન સરફરાજ આલમ જેવા દિગ્ગજોનું કિસ્મત ઇવીએમમાં કેદ થશે. લોકસભા ચૂંટણી : રાજ્યની 26 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ,  63.67 ટકા મતદાન ગુજરાતના 4.51 કરોડ મતદારો, 371 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, 51,851 મતદાન મથકો પર મતદાન આજે 23 એપ્રિલના રોજ ગુજરાતની લોકસભાની 26 બેઠકોના 371 ઉમેદવારોનું ભાવિ 4.51 કરોડ મતદાન નક્કી કરશે. રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદાન મથકો પર પેરામિલ્ટ્રી ફોર્સથી માંડીને CRPF અને SRPને તેનાત રખાશે. રાજ્યના કુલ 51 હજાર 851 મતદાન મથકો પર આવતી કાલે મતદાન થશે. જે માટે શહેરી વિસ્તારમાં 17 હજાર 430 મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં 34 હજાર 421 મતદાન મથકોની વ્યવસ્થા કરાઇ છે. મુખ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નને મતદારો અને મતદાન મથક સહિતની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 26 લોકસભા બેઠક માટે 4,51,52,373 મતદારોમાં 2,34,28,119 પુરુષ મતદારો, 2,16,96,571 મહિલા મતદારો, 990 થર્ડ જેન્ડર, સેવા મતદારો 26,693, 1,68,054 દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે. ઉપરાંત 17,430 મતદાન મથકો શહેરી અને 34,421 ગ્રામ્ય સહિત કુલ 51,851 મતદાન મથકો પર મતદાન યોજાશે. સાથે જ 2,33,775 પોલીસ કર્મીઓ તેનાત રહેશે. મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે. કાળઝાળ ગરમીના કારણે મતદાન બપોરના 1થી 5 સુધી ઘટવાની શક્યતાઓ છે. જેની સામે સવારથી મતદારોની લાંબી લાઈનો લાગશે. ગુજરાતમાં આવતીકાલે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી જાય તેવી આગાહી છે ત્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં ઓછા મતદાનનો ભય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : ભાજપ નેતા પુત્રની હત્યા કેસમાં  PI, PSI સહિત 10 પોલીસકર્મી સસ્પેન્ડValsad Rape With Murder Case : વલસાડમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતાAlpesh Thakor : અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીના વખાણ કરતા જુઓ શું કહ્યું?Kalol Accident : કલોલમાં બેફામ કાર હંકારી મહિલાને મોતને ઘાટ ઉતારનાર ચાલક જેલભેગો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
National Milk Day: ક્યા પ્રાણીનું દૂધ હોય છે સૌથી વધુ હેલ્ધી, તેને પચાવવું કેટલું સરળ?
National Milk Day: ક્યા પ્રાણીનું દૂધ હોય છે સૌથી વધુ હેલ્ધી, તેને પચાવવું કેટલું સરળ?
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર
Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર
Embed widget