શોધખોળ કરો
Advertisement
JDU નેતાની નીતીશ કુમારને PM ઉમેદવાર બનાવવાની માંગ, કહ્યું- મોદીને બહુમતી નથી મળી રહી
જેડીયૂ નેતા ગુલામ રસૂલ બલિયાવીએ કહ્યું કે આ વખતની ચૂંટણીમાં પીએમ મોદીને બહુમતી નથી મળી રહી એટલે નીતીશ કુમારને પીએમ ઉમેદવાર તરીકે જાહેર કરવા જોઈએ.
નવી દિલ્હી: બિહારમાં ફરી એક વખત મુખ્યમંત્રી નીતીશ કુમારને પ્રધાનમંત્રી બનાવવાની માંગ થઈ રહી છે. આ વખતે જેડીયૂના એક નેતાએ પ્રધાનમંત્રી પદને લઈને નીતીશ કુમારના નામની રજૂઆત કરી છે. જેડીયૂ નેતા ગુલામ રસૂલ બલિયાવીએ કહ્યું કે આ વખતની ચૂંટણીમાં પીએમ મોદીને બહુમતી નથી મળી રહી એટલે નીતીશ કુમારને પીએમ ઉમેદવાર તરીકે જાહેર કરવા જોઈએ.
જેડીયૂ નેતાના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે ગુલામ રસૂલ બલિયાવી વર્તમાનમાં બિહાર વિધાન પરિષદના સદસ્ય છે. તેઓ જેડીયૂમાંથી રાજ્યસભાના સદસ્ય પણ રહી ચૂક્યાં છે અને તેમને નીતીશ કુમારની નજીકના માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ નીતીશ કુમારને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાની માંગ થઈ છે. પરંતુ નીતીશ કુમારે ક્યારેય પીએમ બનવાની ઈચ્છા જાહેર નથી કરી.
તેઓ દર વખતે આ પ્રકારના નિવેદનોને ખોટા ગણાવે છે.
મોદીએ આપ્યો મમતાને જવાબ, તમારી થપ્પડ પણ મારા માટે આશીર્વાદ બની જશે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement