શોધખોળ કરો
Advertisement
હરિયાણામાં ભાજપને ઝટકો, JJPએ કહ્યું- કિંગમેકર નહીં, કિંગ બનીશું
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોઇ પણ પાર્ટીને બહુમત મળતી નજરે આવતી નથી. આ સ્થિતિમાં ચૌટાલા પરિવાર કિંગમેકરની ભૂમિકામાં નજરે પડે છે.
નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોઇ પણ પાર્ટીને બહુમત મળતી નજરે આવતી નથી. આ સ્થિતિમાં ચૌટાલા પરિવાર કિંગમેકરની ભૂમિકામાં નજરે પડે છે. વિધાનસભા ચૂંટણીમાં ઈનેલોથી અલગ થઈને જેજેપી બનાવનારા દુષ્યંત ચૌટાલા આશરે 10 વિધાનસભા સીટ પર લીડમાં છે. જ્યારે ઈનેલોને પાંચ સીટ મળતી નજરે પડી રહી છે. આ સ્થિતિમાં ચૌટાલા પરિવાર ફરી એક થશે તો તેમના વગર કોઇપણ પાર્ટી સરકાર નહીં બનાવી શકે.
હરિયાણાની 90 વિધાનસભા સીટ પર આવેલા વલણ મુજબ બીજેપી 40, કોંગ્રેસ 30, જેજેપી 10 અને અન્ય 10 સીટ પર લીડમાં છે. જેમાંથી પાંચ સીટો ઈનોલો આગળ છે. આ સ્થિતિમાં બહુમત માટે 46 સીટ જોઈએ. હરિયાણાનું ચિત્ર જેવું જોવા મળી રહ્યું છે તેમાં જેજેપી અને ઈનેલો મહત્વની ભૂમિકામાં છે.
હરિયાણાના રાજકારણમાં ચૌધરી દેવીલાલની બોલબાલા હતા. 32 વર્ષ બાદ તેમનો રાજકીય વારસો સંભાળી રહેલા ચૌટાલા પરિવાર બે ભાગમાં વહેંચાઈ ગયો છે. ઈનેલોની કમાન ઓમ પ્રકાશ ચૌટાલા અને તેના નાના પુત્ર અભય ચૌટાલાના હાથમાં છે. જયારે ભત્રીજા દુષ્યંત ચૌટાલાએ અલગ પાર્ટી બનાવી છે અને તે કિંગમેકરની ભૂમિકામાં છે.
#Haryana: Jannayak Janata Party workers in Jind celebrate as party is leading on 11 assembly seats pic.twitter.com/XMQWPXkrKD
— ANI (@ANI) October 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement