શોધખોળ કરો
Advertisement
જસદણ પેટાચૂંટણીમાં ભાજપના કુંવરજી બાવળિયાની જીત, જાણો કેટલા મતથી થયો વિજય?
રાજકોટ: જસદણ વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. ભાજપના ઉમેદવાર અને મંત્રી કુંવરજી બાવળિયાનો 19985 મતથી વિજય થયો હતો. 19 રાઉન્ડની મતગણતરી બાદ કુંવરજી બાવળિયાને 90268 મત મળ્યા હતા જ્યારે કોગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 70283 મત મળ્યા હતા. પોતાની કારમી હાર બાદ અવસર નાકિયાએ બોગસ મતદાનનો આરોપ લગાવ્યો હતો. ભાજપ પોતાની જીતને લઇને ગાંધીનગરના કમલમ ખાતે વિજયોત્સવ ઉજવશે.
જીત બાદ કુંવરજી બાવળિયાએ જસદણની જનતાનો આભાર માન્યો હતો. તેમણે મુખ્યમંત્રી રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો. કુંવરજીએ કહ્યું કે અમે આ વિસ્તારના વિકાસ માટે પૂરતો પ્રયાસ કરીશુ,
ભાજપની જીતથી જસદણમાં વિજય સરઘસની તૈયારી ભાજપ કરી રહ્યું છે. જીતુ વાઘાણી પણ રાજકોટથી જસદણ આવવા રવાના થઇ ગયા છે.
-19 રાઉન્ડના અંતે કુંવરજી બાવળિયાને 90268 અને અવસર નાકિયાને 70283 મત મળ્યા હતા.
-18 રાઉન્ડના અંતે ભાજપના કુંવરજી બાવળિયા 20662 મતથી આગળ
-જસદણ પેટાચૂંટણીઃ 17 રાઉન્ડના અંતે ભાજપના કુંવરજી બાવળિયા 18105 મતથી આગળ
-16 રાઉન્ડના અંતે ભાજપના કુંવરજી બાવળિયા 16361 મતથી આગળ
-15 રાઉન્ડના અંતે ભાજપના કુંવરજી બાવળિયા 17512 મતથી આગળ
- ગાંધીનગર ખાતે કમલમમાં ભાજપ 11 વાગે વિજયોત્સવ યોજશે.
-13 રાઉન્ડના અંતે ભાજપના કુંવરજી બાવળિયા 17720 મતથી આગળ, ભાજપના કુંવરજી બાવળિયા 66086 જ્યારે કોગ્રેસના અવસર નાકિયાને 48366 મત મળ્યા છે.
-નાકિયા માટે હવે આ લીડ સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યુ છે, ત્યારે કુંવરજીની જીત લગભગ નક્કી મનાઇ રહ્યું છે.
-મોદી-મોદીના નારા લાગવા લાગ્યા. ભાજપના સમર્થકોમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છવાયો
- બાર રાઉન્ડના અંતે ભાજપના કુંવરજી બાવળિયા 15389 મતથી આગળ.
-11 રાઉન્ડના અંતે ભાજપના કુંવરજી બાવળિયા 13067 મતથી આગળ.
-11મા રાઉન્ડની મતગણતરી પૂરી થઈ. કુંવરજી બાવળીયાએ 54 હજારનો આંકડો વટાવ્યો. કુંવરજીના મત 54677 અને નાકિયાના 41791 મત થયા.
- 10 રાઉન્ડના અંતે ભાજપના કુંવરજી બાવળિયા 11600 મતથી આગળ
- 10 રાઉન્ડના અંતે ભાજપના કુંવરજી બાવળિયાને મળ્યા 49656 મત જ્યારે કોંગ્રેસના અવસર નાકિયાને મળ્યા 38056 મત.
-9 રાઉન્ડ ના અંતે ભાજપના કુંવરજી બાવળિયા 9465 મતથી આગળ
-9 રાઉન્ડ ના અંતે ભાજપના કુંવરજી બાવળિયાને મળ્યા 43105મત જ્યારે કોંગ્રેસના અવસર નાકિયાને મળ્યા 33640 મત
-પ્રથમ સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા 10,716 મતે આગળ હતા.
-મુખ્યમંત્રી વિજય રૂપાણીના આગમને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરાઇ
-ભાજપના કાર્યકરોએ ફડાકડા ફોડવાની શરૂઆત કરી
-છઠ્ઠા રાઉન્ડ સુધીમાં બાવળીયા નવ હજારથી વધુ મતોથી આગળ
-પાંચ રાઉન્ડની મતગણતરી પૂર્ણ: કુંવરજી બાવળીયા 7685 મતોથી આગળ
-ચોથા રાઉન્ડનો પ્રારંભ: કુંવરજી બાવળીયા 3 હજાર મતોથી આગળ
-ત્રીજો રાઉન્ડ પૂર્ણ: કુંવરજી બાવળીયાને 13783 અને અવસર નાકિયાને 11062 મળ્યા
- અવસર નાકિયાને 11 હજાર મત મળ્યા
-કુંવરજી બાવળીયાને અત્યાર સુધી મળ્યા 1300 મત
- ત્રીજો રાઉન્ડ: બાવળીયા અને નાકિયા વચ્ચે 2000 મતનો અંતર
- બીજો રાઉન્ડ પૂર્ણ, કુંવરજી બાવળીયા 1200થી વધુ મતથી આગળ
-બીજા રાઉન્ડનો પ્રારંભ, કુંવરજી બાવળીયા 1300 મતથી આગળ
-પ્રથમ રાઉન્ડમાં ભાજપ ઉમેદવાર કુંવરજી બાવળીયાને 4705 અને કૉંગ્રેસ ઉમેદવાર અવસર નાકિયા 3700 મત મળ્યા.
-કુંવરજી બાવળીયા 1000 મતોથી આગળ ચાલી રહ્યાં છે.
આ પેટાચૂંટણી ભાજપ અને કોગ્રેસ બંન્ને માટે નાકની લડાઇ છે. ભાજપ તરફથી મંત્રી કુંવરજી બાવળિયા મેદાનમાં છે તો કોગ્રેસ તરફથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યા છે. મતગણતરી શરૂ થાય તે અગાઉ જ કુંવરજી અને અવસર નાકીયાએ પોતાની જીતના દાવા કર્યા છે. અહીં 20 ડિસેમ્બરે મતદાન થયું હતું જેમાં સરેરાશ 72 મતદાન થયું હતું.
બપોરે 12 વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકશે કે જસદણની જનતાએ પોતાના પ્રતિનિધિ તરીકે કોને પસંદ કર્યાં છે. 28 ચૂંટણી કર્મચારી દ્વારા મતગણતરીની કાર્યવાહી કરાશે. 17 માઈક્રો ઓબ્ઝર્વરને ફરજ સોંપવામાં આવી. પેરામિલિટરીની એક ટીમ કંટ્રોલરૂમ પર હાજર રહેશે, જેથી સમગ્ર મતગણતરીની પ્રક્રિયા સરળ બનાવી શકાય.
ભાજપ-કૉંગ્રેસ માટે આ જીત ખૂબ મહત્વની છે. જસદણનો જનાદેશ આવશે કે, આ ચૂંટણી કોણ જીતશે. ભાજપ કે કોંગ્રેસ? બંને પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યાં છે, ત્યારે બધો આધાર જસદણની જનતા પર છે કે તેઓએ કોને પસંદ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
દુનિયા
Advertisement