શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસ પોતાના જ એક્ઝિટ પૉલમાં પાછળ, બીજેપી નીકળ્યુ આગળ, કયા રાજ્યમાં કેટલી મળી બેઠકો
બીજેપી 200 બેઠકોની અંદર સમેટાઇ જશે અને એનડીએ 230 બેઠકો પર અટકી જશે, જ્યારે કોંગ્રેસ એકલી 140 બેઠકો જીતી શકે છે. કોંગ્રેસના સુત્રો અનુસાર પાર્ટીના સર્વેમાં યુપીએ 195થી વધારે બેઠકો જીતી રહ્યું છે
નવી દિલ્હીઃ એક્ઝિટ પૉલના અનુમાનોને લઇને બીજેપીમાં જશ્નનો માહોલ છે, તો વિપક્ષ આને નકારી રહ્યું છે. આ બધાની વચ્ચે હવે કોંગ્રેસનું પોતાનું એક્ઝિટ પૉલ સામે આવ્યુ છે. જે અનુસાર, બીજેપી 200 બેઠકોની અંદર સમેટાઇ જશે અને એનડીએ 230 બેઠકો પર અટકી જશે, જ્યારે કોંગ્રેસ એકલી 140 બેઠકો જીતી શકે છે. કોંગ્રેસના સુત્રો અનુસાર પાર્ટીના સર્વેમાં યુપીએ 195થી વધારે બેઠકો જીતી રહ્યું છે.
પાર્ટીના આ આંતરિક સર્વે પ્રમાણે કોંગ્રેસને આશા છે કે, યુપીએ તામિલનાડુ, કેરાલા અને પંજાબમાં સારુ પ્રદર્શન કરશે. કોંગ્રેસ બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ અને હરિયાણામાં પણ સારુ પ્રદર્શન કરશે. કોંગ્રેસનું માનવું છે કે, યુપીએ બિહારમાં 15, મહારાષ્ટ્રમાં 22-24, તામિલનાડુમાં 34, કેરાલામાં 15, ગુજરાતમાં 7, કર્ણાટકામાં 11-13, પશ્ચિમ બંગાળમાં 2, મધ્યપ્રદેશમાં 8-10, હરિયાણામાં 5-6, રાજસ્થાનમાં 6-7 બેઠકો જીતશે.
ઉપરાંત યુપીએ ઉત્તરપ્રદેશમાં 5, દિલ્હીમાં 2, પંજાબમાં 9, ચંદીગઢમાં, છત્તીસગઢમાં 9, ઓડિશામાં 2, તેલંગાણામાં 2, જમ્મુ-કાશ્મીરમાં 2, હિમાચલ પ્રદેશમાં 1, ગોવામાં 1, ઝારખંડમાં 5, ઉત્તરાખંડમાં 2, પૂર્વોત્તરના રાજ્યોમાં 9-10, આસામમાં 6, અરુણાચલ પ્રદેશમાં 1, મેઘાલયમાં 2 અને નાગાલેન્ડમાં 1 બેઠક પર જીત નોંધાવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement