શોધખોળ કરો
Advertisement
લોકસભા 2019 : ચોથા તબક્કામાં કુલ 64 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે 76.44 ટકા મતદાન
આજે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે 9 રાજ્યોની 72 બેઠકો પર મતદાન થયું હતું. સરેરાશ 64 ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સરેરાશ 76.44 ટકા મતદાન થયું છે.
નવી દિલ્હી: આજે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે 9 રાજ્યોની 72 બેઠકો પર મતદાન થયું હતું. સરેરાશ 64 ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સરેરાશ 76.44 ટકા મતદાન થયું છે. મુંબઈમાં આજે સવારથી સેલિબ્રિટી મતદાન કરતા જોવા મળ્યા હતા. મુંબઈમાં એક્ટ્રેસ રેખા, પ્રિયંકા ચોપરા, ઉર્મિલા માતોંડકર, બચ્ચન પરિવારે મતદાન કર્યું હતું. આ ઉપરાંત આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસ, ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ પણ મતદાન કર્યું હતું.
બિહાર - 53.67 જમ્મુ-કાશ્મીર - 9.79 મધ્યપ્રદેશ - 65.86 મહારાષ્ટ્ર - 51.06 ઓરિસ્સા- 64.05 રાજસ્થાન - 62.86 ઉત્તરપ્રદેશ - 53.12 પશ્ચિમ બંગાળ - 76.47 ઝારખંડ - 63.40 યૂપીમાં ઉન્નાવ, ફર્રખાબાદ, ઈટાવા, કન્નોજ અને કાનપુર સહિત 13 બેઠકો પર મતદાન થયું હતું. સૌથી વધારે 17 બેઠકો પર મહારાષ્ટ્રમાં મતદાન થયું. મુંબઈ શહેરની તમામ 6 બેઠકો પણ તેમાં સામેલ છે. બિહારની દરભંગા, ઉડિયારપુર, સમસ્તીપુર, બેગુસરાય અને મુંગેરમાં પણ મતદાન થયું હતું. મધ્યપ્રદેશમાં 6 અને રાજસ્થાનમાં 13 બેઠકો પર મતદાન થયું હતું. આ સાથે જ પશ્ચિમ બંગાળની 8 અને ઓરિસ્સાની 6 બેઠકો અને ઝારખંડમાં પણ 3 બેઠકો પર મતદાન થયું હતું. પ્રથમ ત્રણ તબક્કામાં 303 બેઠકો પર મતદાન થઈ ગયું છે, આગામી 4 તબક્કામાં 240 બેઠકો પર મતદાન થશે. 2014માં આ 240 માંથી એનડીએને 183 બેઠકો પર જીત મળી હતી. એનડીએની 183માંથી 161 બેઠકો ભાજપના ખાતામાં આવી હતી.#UPDATE Estimated voter percentage till now (final figures awaited) for the 4th phase of #LokSabhaElections2019 Bihar - 53.67 J&K - 9.79 Madhya Pradesh - 65.86 Maharashtra - 51.06 Odisha - 64.05 Rajasthan - 62.86 Uttar Pradesh - 53.12 West Bengal - 76.44 Jharkhand - 63.40 https://t.co/JAcrBkZipo
— ANI (@ANI) April 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion