Lok Sabha Election 2024: ‘હું જીવની બાજી લગાવી લઈશ’, રાહુલ ગાંધીના ‘શક્તિ’વાળા નિવેદન પર પીએમ મોદીનો પ્રહાર
PM Modi Speech Highlights: શક્તિ વિશે રાહુલ ગાંધીના નિવેદન પર પણ વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમના માટે દરેક માતા અને પુત્રી શક્તિનું સ્વરૂપ છે અને તેઓ તેમની પૂજા કરે છે.
PM Modi News: લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દક્ષિણમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે. તમિલનાડુ અને કેરળમાં રેલીઓને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણા પહોંચ્યા હતા. તેમણે સોમવારે તેલંગાણાના જગતિયાલમાં એક સભાને સંબોધી હતી. સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ ઈન્ડિયાગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે શક્તિ વિશે રાહુલ ગાંધીના નિવેદન પર પણ વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમના માટે દરેક માતા અને પુત્રી શક્તિનું સ્વરૂપ છે અને તેઓ તેમની પૂજા કરે છે.
ઈન્ડિયા ગઠબંધન પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, ગઈકાલે, ઈન્ડિયા ગઠબંધન દ્વારા મુંબઈમાં એક રેલી યોજાઈ હતી. ચૂંટણી પરિણામો જાહેર થયા પછી આ તેમની પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ રેલી હતી. રાહુલ ગાંધીના શક્તિના નિવેદન પર, તેમણે કહ્યું, મારા માટે દરેક માતા, પુત્રી, બહેન શક્તિનું સ્વરૂપ છું. હું તેની શક્તિ સ્વરૂપે પૂજા કરું છું. હું ભારત માતાનો ઉપાસક છું. તેમના મેનિફેસ્ટોમાં શક્તિ નાબૂદ કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હું આ પડકાર સ્વીકારું છું. આ માટે હું જીવની બાજી લગાવી દઈશ.
#WATCH | Telangana: During his public address in Jagtial, PM Modi says, "The INDI alliance in their manifesto said that their fight is against 'Shakti'. For me, every mother, daughter & sister is a form of 'Shakti'. I worship them in the form of 'Shakti'. I am the worshiper of… pic.twitter.com/ccVUoEVVNb
— ANI (@ANI) March 18, 2024
PM મોદીએ વધુમાં કહ્યું કે, શું કોઈ શક્તિના વિનાશ વિશે વાત કરી શકે છે? અમે ચંદ્રયાન મિશનની સફળતાને ચંદ્રયાન જ્યાં ઉતર્યું તે બિંદુને નામ આપીને સમર્પિત કર્યું. અમે તે બિંદુનું નામ શિવ શક્તિ રાખ્યું. લડાઈ શક્તિને નાશ કરનારા અને શક્તિની પૂજા કરનારા વચ્ચે છે. મુકાબલો 4 જૂને થશે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ ગયો છે અને 13 મેના રોજ તેલંગાણાના મતદાતા ઈતિહાસ લખશે.
આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ તેલંગાણાને ATM બનાવી દીધું હતું. અહીંથી લૂંટવામાં આવેલા રૂપિયા દિલ્હી જતા હતા.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું
રવિવારે શિવાજી પાર્ક ખાતે એક રેલીને સંબોધતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ઈવીએમ, ઈડી, સીબીઆઈ અને ઈન્કમટેક્સ વિભાગ વગર લોકસભાની ચૂંટણી જીતી શકશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે લોકો એવું વિચારે છે કે અમે એક રાજકીય પક્ષ સામે લડી રહ્યા છીએ. તે સાચું નથી. અમે એક શક્તિ સામે લડી રહ્યા છીએ.