Lok Sabha Election Phase 7 Voting Live: સાતમા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી 49.68% મતદાન, બંગાળમાં હિંસા
Lok Sabha Election Phase 7 Voting Live: લોકસાભા ચૂંટણી 2024ના છ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. આજે સાતમા તબક્કા માટે આઠ રાજ્યોની 57 બેઠકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

Background
Lok Sabha Election Phase 7 Voting Live: લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં ઉત્તર પ્રદેશની 13 સહિત આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠકો પર શનિવારે મતદાન થશે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. આ સાથે, 543 બેઠકો માટે 19 એપ્રિલથી શરૂ થયેલી સાત તબક્કાની મેરેથોન મતદાન પ્રક્રિયા સમાપ્ત થશે. 4 જૂને મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામ પણ જાહેર થશે.
3 વાગ્યા સુધી મતદાન 50 ટકા સુધી પહોંચ્યું, ઝારખંડમાં સૌથી વધુ 60 ટકાથી ઉપર
#LokSabhaElections2024 | 49.68% voter turnout recorded till 3 pm, in the 7th phase of elections.
— ANI (@ANI) June 1, 2024
Bihar 42.95%
Chandigarh 52.61%
Himachal Pradesh 58.41%
Jharkhand 60.14%
Odisha 49.77%
Punjab 46.38%
Uttar Pradesh 46.83%
West Bengal 58.46% pic.twitter.com/hPreOqwttt
Lok Sabha Election 2024: સંદેશખાલીમાં કેમ થઈ રહ્યો છે વિરોધ?
સંદેશખાલીના શેખપરા આગરાટી ગામના લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ લોકોનો આરોપ છે કે ગામના એક ઘરમાં કોઈએ બોમ્બ મુક્યો હતો. પોલીસે આ કેસમાં 19 વર્ષના છોકરાની ધરપકડ કરી છે. આ સિવાય વધુ બે લોકોની અટકાયત કરવામાં આવી છે. સ્થાનિક લોકોના વિરોધ બાદ પોલીસે છોકરાને છોડી દીધો હતો, પરંતુ અટકાયત કરાયેલા બે લોકોને છોડવામાં આવ્યા નથી. આ બાબતને લઈને અહીં વિરોધ થઈ રહ્યો છે.





















