Lok Sabha Election Results LIVE Streaming: ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકશો લોકસભા ચૂંટણી 2024નું સચોટ પરિણામ?
Lok Sabha Election Results LIVE Streaming: સામાન્ય ચૂંટણી 2024ના પરિણામો આવતીકાલે એટલે કે મંગળવારે (4 જૂન, 2024) આવશે. પરિણામ માટે મત ગણતરી બરાબર સવારે 8 વાગ્યે શરૂ થશે.
Lok Sabha Election Results LIVE Streaming: સામાન્ય ચૂંટણી 2024ના પરિણામો આવતીકાલે એટલે કે મંગળવારે (4 જૂન, 2024) આવશે. પરિણામ માટે મત ગણતરી બરાબર સવારે 8 વાગ્યે શરૂ થશે. મતગણતરી બાદ ટૂંક સમયમાં ચૂંટણીના પ્રારંભિક વલણો જાહેર કરવામાં આવશે. આ ટ્રેન્ડના માધ્યમથી જાણી શકાશે કે કયો ઉમેદવાર કઈ બેઠક પરથી આગળ કે પાછળ છે, ત્યાર બાદ બપોર સુધીમાં ચૂંટણીના પરિણામો સંબંધિત ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
ચૂંટણી પરિણામ સંબંધિત પળે-પળના અપડેટ્સ તમે સવારથી જ એબીપી અસ્મિતાના વિવિધ પ્લેટફોર્મ પર જોઇ શકશે. તમે અમારી ગુજરાતી વેબસાઈટ પર લાઈવ બ્લોગ, આર્ટિકલ્સ, ફોટો ગેલેરી અને વેબ સ્ટોરીના ફોર્મેટમાં ચૂંટણી પરિણામો સંબંધિત માહિતી મેળવી શકશો. તમને અમારી ટીવી ચેનલ પર ચૂંટણી પરિણામો સાથે સંબંધિત દરેક નાની-મોટી વિગતો મળશે, જ્યારે તમને ચેનલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેનાથી સંબંધિત માહિતી મળશે. તમને અમારી પાર્ટનર વેબસાઇટ્સ અને ચેનલો પર ચૂંટણીના પરિણામો સંબંધિત અપડેટ્સ અંગ્રેજી, હિંદી અને બંગાળીમાં મળશે.
લોકસભા ચૂંટણીના પરિણામો ક્યારથી જોઇ શકશો?
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સંબંધિત કવરેજ સવારે 6 વાગ્યાથી શરૂ થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થયા બાદ થોડી જ વારમાં ટ્રેન્ડ આવવા લાગશે અને થોડા સમય બાદ પરિણામ પણ આવી જશે.
ચૂંટણીના શરૂઆતના વલણો અને પરિણામો અહીં જોઇ શકશો
લોકસભા ચૂંટણીના પરિણામો એબીપી અસ્મિતા ટીવી ન્યૂઝ ચેનલ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ફેસબુક, એક્સ, અને યુટ્યુબ વગેરે) પર જોઇ શકશો.
તમે આ રીતે ચૂંટણી પરિણામો જોઈ શકશો
લાઈવ ટીવી: https://gujarati.abplive.com/live-tv
એબીપી લાઈવ (ગુજરાતી): https://gujarati.abplive.com/
એબીપી અસ્મિતા YouTube: https://www.youtube.com/watch?v=bEC6dhPOY5w
તમે સોશિયલ મીડિયા પર લાઇવ અપડેટ્સ પણ જોઈ શકો છો
એબીપી અસ્મિતા X (Twitter): https://x.com/home
એબીપી અસ્મિતા ફેસબુક પેજઃ https://www.facebook.com/abpasmita
એબીપી અસ્મિતા ઇન્સ્ટાગ્રામઃ https://www.instagram.com/abpasmitatv/
એબીપી અસ્મિતા યુ-ટ્યુબ ચેનલ
આ વખતે સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ આ પ્રકારે હતો
લોકસભા ચૂંટણી આ વખતે સાત તબક્કામાં યોજાઈ હતી, જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102, બીજા તબક્કામાં 26 એપ્રિલે 89, ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 94, ચોથા તબક્કામાં 96 મેના રોજ મતદાન થયું હતું. 20 મેના રોજ પાંચમા તબક્કામાં 13, અને 96 મતદાન થયું હતું. 25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં 49, 57 લોકસભા બેઠકો અને 1 જૂનના રોજ સાતમા તબક્કામાં 57 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
17મી લોકસભાનો કાર્યકાળ ક્યારે પૂરો થાય છે?
વર્તમાન 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ સમાપ્ત થશે. આ સામાન્ય ચૂંટણીમાં દેશમાં અંદાજે 97 કરોડ (96.8 કરોડ) નોંધાયેલા મતદારો હતા અને 10.5 લાખ મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. ચૂંટણી માટે 1.5 કરોડ મતદાન અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જ્યારે 55 લાખ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને ચાર લાખ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી.