શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ભાજપે 26માંથી કેટલા સાંસદો રિપીટ કર્યા, જાણો આ રહ્યું આખું લિસ્ટ
ભાજપે તેના 26 સાંસદમાંથી 10ની ટીકિટ કાપી છે જ્યારે 16ને રિપીટ કર્યાં છે. જ્યારે કોંગ્રેસે 8 વર્તમાન ધારાસભ્યોને લોકસભાની ટીકિટ આપી છે, જ્યારે ભાજપે મંત્રી પરબત પટેલ સહિત ત્રણ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યાં છે.
અમદાવાદઃ આગામી 23 એપ્રિલના રોજ યોજાનારી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોના ફોર્મ ભરવાના 4 એપ્રિલ અંતિમ દિવસ હતો ત્યારે ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. આમ ફરી એકવાર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બે રાષ્ટ્રીય પક્ષો વચ્ચે સીધો જંગ જામશે.
આજથી બન્ને રાજકીય પક્ષોના ઉમેદવારોના પ્રચાર ઝૂંબેશનો પ્રથમ તબક્કો શરૂ થશે. ભાજપે તેના 26 સાંસદમાંથી 10ની ટીકિટ કાપી છે જ્યારે 16ને રિપીટ કર્યાં છે. જ્યારે કોંગ્રેસે 8 વર્તમાન ધારાસભ્યોને લોકસભાની ટીકિટ આપી છે, જ્યારે ભાજપે મંત્રી પરબત પટેલ સહિત ત્રણ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યાં છે.
ભાજપે 26 બેઠકોમાંથી 33 ટકાને બદલે માત્ર 25 ટકા એટલે કે 6 મહિલાઓને ટીકિટ આપી છે. ભારતીબેન શિયાળ (ભાવનગર), પૂનમ માડમ(જામનગર), રંજનબેન ભટ્ટ(વડોદરા), દર્શના જરદોશ(સુરત), ગીતાબેન રાઠવા(છોટા ઉદેપુર),શારદાબેન પટેલ( મહેસાણા). બીજી બાજુ કોંગ્રેસે સમ ખાવા પુરતી માત્ર એક મહિલા ગીતા પટેલ(અમદાવાદ પૂર્વ)ને ટીકિટ આપી છે.
વલસાડ બેઠક પરથી કે.સી.પટેલ, જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા, રાજકોટ બેઠક પરથી મોહન કુંડારિયા, કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડા, નવસારી બેઠક પરથી સી.આર.પાટીલ, અમદાવાદ (વેસ્ટ) બેઠક પરથી ડો. કિરીટ સોલંકી, વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટ, અમરેલી બેઠક પરથી નારણ કાછડિયા, જામનગર બેઠક પરથી પૂનમ માડમ અને ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત બારડોલી બેઠક પરથી પ્રભુ વસાવા, સુરત બેઠક પરથી દર્શના જરદોશ, ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળ, ખેડા બેઠક પરથી દેવુસિંહ ચૌહાણ, સાબરકાંઠા બેઠક પરથી દિપસિંહ રાઠોડ અને દાહોદ બેઠક પરથી જશવંતસિંહ ભાભોરને રિપીટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
સુરત
ગુજરાત
રાજકોટ
Advertisement